નાંદોદના તોરણા ગામે બાળકને સાપ કરડતા મોત

0
361

11વર્ષ નો અનિલ કોઠીમાંથી કપડાં કાઢવા જતા અંદર બેઠેલા સાપે કપાળ પર ડંખ મારતા મોત

રાજપીપલા:નાંદોદ તાલુકાના તોરણા ગામે ગત રાત્રે એક બાળક કપડાં પહેરવા કોઠી ખોલતાજ કોઠી ની અંદર સંતાઈ રહેલા જેરી સાપે અનિલ કમલેશ વસાવા ( 11 વર્ષ ) ને કપાળ પર ડંખ મારતા એ ગભરાઈ ગયો હતો અને બુમાબુમ કરતા ઘરના સભ્યો ત્યાં દોડી આવી અનિલને રાજપીપલા સિવિલ માં 108 મારફતે લાવ્યા પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનો કલ્પાંત કરતા જોવા મળ્યા હતા આ બાબતે રાજપીપલા પોલીસે અ.મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY