વરસાદને પગલે સરદાર સરોવર ડેમની સપાટી ૧૦૯.૯૫ મીટરે પહોંચી

0
81

વડોદરા,તા.૧૩
ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૦૯.૯૫ મીટર પર પહોંચી ગઇ છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનાં ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં વરસી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમની સપાટી સતત વધી રહી છે. હાલ નર્મદા ડેમમાં ૯૬૭૪ ક્યુસેક પાણીની આવક છે. જેથી નર્મદા ડેમની સપાટી ૧૦૯.૯૫ મીટર પર પહોંચી ગઇ છે. ડેમની સપાટી ૧૧૦ મીટર થતાં આઈબીપીટી ટનલ બંધ કરવામાં આવશે. હાલ ડેમમાં ૩૫૯૩.૭૭ એમસીએમ પાણીનો જથ્થો છે. આજે સાંજ સુધીમાં નર્મદા ડેમની સપાટી ૧૧૦ મીટરને પાર કરી જાય તેવી શક્યતા છે.
છેલ્લા ૨૪ કલાકમાં નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં નાંદોદમાં ૧.૭૫ ઇંચ, તીલકવાડા-૩ ઇંચ , ગરૂડેશ્વર- ૨.૭૫ ઇંચ, ડેડીયાપાડા- ૧.૫ ઇંચ, સાગબારા- ૧૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY