દેવમોગરા માતાજીના મંદિરે બાધા પુરી કરી પરત ફરતા પરિવાર ના સભ્ય સાથે મારામારી,કાર ના કાચ તોડી નુકસાન 

0
152

રાજપીપલા:નાંદોદ તાલુકાના આમલેથા થી પરિવાર સાથે બધા પુરી કરવા સાગબારાના પ્રખ્યાત દેવમોગરા માતાજીના મંદિરે ગયેલા જગદીશ દીવાલ વસાવા બાધા પુરી કરી તેમની કાર નં.જી.જે.05 સી.પી.9946 માં પરત ફરતા હતા ત્યારે નજીકના નાડા પાસે રસ્તામાં એક બાઈક નં.જી .જે.16.ઈ.6825 નો ચાલાક બાઈક લઈ રોડ વચ્ચે ઉભો હોય તેને જગદીશ વસાવા એ સાઈડ માં હટવા જણાવતા બોલાચાલી થઈ ત્યારબાદ બાઈક ચાલકે બીજા માણસો બોલાવી ફરિયાદી જગદીશ ની કાર રસ્તામાં અટકાવી ફેટ પકડી ગાળાગાળી કરી એ સમયે થયેલી ઝપાઝપીમાં જગદીશભાઈએ ગળામાં પહેરેલી સોનાની ચેન ક્યાંક ખોવાઈ ગઈ અને બાઈક ચાલાક સાથેના અન્ય બે વ્યક્તિઓએ પથ્થર લઈ કારના આગળ પાછળ ના બંને કાચ તોડી 20,હજાર નું નુકશાન પણ કર્યું હોવાની ફરિયાદ જગદીશ વસાવા એ સાગબારા પોલીસ માં નોંધાવતા પોલીસે અજાણ્યા બાઈક ચાલાક અને અને મદદ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

રિપોર્ટર- નર્મદા.ભરત.શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY