વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાને લોકાર્પણ કરી ઈતિહાસ રચ્યો સરદાર ના હોત તો ગીરના સિંહ અને સોમનાથ જવા પણ વિઝા લેવા પડત : મોદી

0
86

નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું,અમે મહાપુરુષોનું સમ્માન કરી રહ્યા છે તેમા પણ કેટલાક લોકો અમારી નિંદા કરી રહ્યા છે,આ પ્રતિમા સરદારના સામર્થ્ય અને સકલ્પની યાદ અપાવતી રહેશે,આજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું છે
કેવડિયા કોલોની,તા.૩૧
આજે રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. તે પહેલા મોદીએ વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે કાર્યક્રમમાં અમિત શાહ,આનંદીબેન પટેલ,વજુભાઈવાળા,મુખ્યમંત્રી,ના.મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિવસ પર દુનિયામાં સૌથી ઊંચી તેમની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું ઉદ્ઘાટન કર્યું. મોદીએ આ અવસર પર ‘દેશની એકતા, જિંદાબાદ’નો નારો લગાવતા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે પટેલના દેખાડેલા રસ્તા પર ચાલવાનું આહ્વાન કર્યું છે. મોદીએ કાંગ્રેસ સહિ વિરોધીઓ પર પ્રહાર કરવાનું અહીં પણ ચૂકયા નહીં. પીએમે કહ્યું કે આજે દેશના એ સપૂતોનું સમ્માન થઇ રહ્યું છે જેને ઇચ્છીને પણ ઇતિહાસમાં ભૂલી શકાશે નહીં. મોદી પરોક્ષ રીતે કાંગ્રેસ પર પટેલનું સમ્માન નહીં કરવાનો આરોપ લગાવતા જાવા મળ્યા. જા કે તેમણે પોતાના સંબોધનમાં કાંગ્રેસ કે કોઇ પાર્ટીનો ઉલ્લેખ કર્યો નહીં પરંતુ એ ચોક્કસ કહ્યું કે આજે મહાપુરુષોની પ્રશંસા માટે અમારી ટીકા થવા લાગે છે.
પીએમ મોદીએ કહ્યું કે કોઇપણ દેશના ઇતિહાસમાં એવી તકો આવે છે જ્યારે તે પૂર્ણતાનો અહેસાસ કરાવે છે. આ એ પળ હોય છે જે કોઇ રાષ્ટ્રના ઇતિહાસમાં હંમેશા માટે નોંધાયેલ હોય છે અને તેને મિટાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આજનો આ દિવસ પણ ભારતના ઇતિહાસની આવી જ કેટલીક ક્ષણોમાંથી એક મહત્વપૂર્ણ પળ છે. ભારતની ઓળખ, ભારતની સમ્માન માટે સમર્પિત એક વિરાટ વ્યક્તિત્વને યોગ્ય સ્થાન નહીં આપી શકવા માટે એક અધૂરાપણાને લઇ આઝાદીના આટલા વર્ષો સુધી ચાલી રહ્યાં હતા. આજે ભારતના વર્તમાને પોતાના ઇતિહાસના એક સ્વર્ણિમ પુરુષને ઉજાગ કરવાનું કામ કર્યું છે.
પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનવારણ કર્યા બાદ કહ્યું આજે જ્યારે ધરતીથી લઇ આકાશ સુધી સરદાર સાહેબનો અભિષેક થઇ રહ્યો છે જ્યારે ભારતે માત્ર પોતાના માટે એક નવો ઇતિહાસ રચ્યો નથી પરંતુ ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. મારું સૌભાગ્ય છે કે મને સરદાર સાહેબની આ પ્રતિમાને દેશને સમર્પિત કરવાની તક મળી છે. જ્યારે ગુજરાતના સીએમ તરીકે તેની કલ્પના કરી હતી તો ત્યારે અહેસાસ નહોતો કે પીએમ તરીકે મને જ આ પુણ્ય કામ કરવાની તક મળશે.
પીએમ મોદીએ કહ્યું કે મને એ જૂના દિવસો યાદ આવી રહ્યાં છે અને આજે પણ બહુ બધુ કહેવાનું મન કરે છે. જ્યારે આ વિચાર મારી સામે મૂકાયો તો શંકાઓનું વાતાવરણ પણ સામે આવ્યું હતું. દેશભરના ગામડામાંથી ખેડૂતો પાસે માટી મંગાવી હતી, ખેતરમાં ઉપયોગ કરાતા જૂના ઓજારોને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે તેના દ્વારા આપવામાં આવેલા ઓજારોમાંથી સેંકડો મેટ્રિક ટન લોખંડ નીકાળ્યું અને પ્રતિમાનો નક્કર આધાર તૈયાર કરાયો.
પીએમ મોદીએ કહ્યું કે પહેલાં તો મેં વિચાર્યું હતું કે એક મોટા પહાડને કાપીને પ્રતિમા બનાવામાં આવે. તેમણે કહ્યું કે એ સમયે મેં પહાડો શોધ્યા હતા જેથી નકશીકામથી પ્રતિમા બને. આટલો મોટો અને તાકતવર પહાડ મળ્યો નહીં. હું સતત વિચારતો રહ્યો અને વિચાર લેતો રહ્યો હતો. આજે જન-જનને વિચારને ટોચ પર પહોંચાડી દીધું. દુનિયાની આ સૌથી ઊંચી પ્રતિમા આખી દુનિયાને, અમારી ભાવિ પેઢીને એ વ્યક્તિના સાહસ સંકલ્પની યાદ અપાવતી રહેશે, જેને મા ભારતને ખંડ-ખંડ કરવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. જે મહાપુરુષે એ સમયની તમામ આશંકાઓને નકારી દીધી તે સમયની દુનિયા ભવિષ્યના ભારતને બતાવતું હતું. એવા લોખંડી પુરુષ સરદાર પટેલને શત-શત નમન.
નિરાશાવાદી એ જમાનામાં પણ હતા. નિરાશાવાદીઓને પણ લાગતું હતું કે ભારત પોતાની વિવિધતાઓના વિખેરાઇ જશે. નિરાશના આ દોરમાં પણ તમામને એક કિરણ દેખાય છે અને આ આશાનું કિરણ હતું સરદાર વલ્લભભાઇ પટેલ. સરદાર પટેલમાં કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજી મહારાજના શૌર્યનો પણ સમાવેશ હતો. તેમણે પાંચ જુલાઇ ૧૯૪૭ના રોજ રજવાડાઓને સંબોધિત કરતાં કહ્યું હતું – વિદેશી આક્રાંતાઓની સામે આપણા પરસ્પરના ઝઘડા, દુશ્મની, વેરનો ભાવ આપણી હારનું મોટું કારણ હતું. હવે આપણે આ ભૂલને દોહરાવાની નથી અને ના તો ફરીથી કોઇનું ગુલામ થવાનું છે. સરદાર સાહેબના આ સંવાદથી એકીકરણની શક્તિને સમજતા રાજા-રજવાડાઓએ પોતાના વિલયનો નિર્ણય કર્યો. જાત જાતામાં ભારત એક થઇ ગયું.
પીએમ મોદીએ કહ્યું કે સરદાર સાહેબે સંકલ્પ ના લીધો હોત તો આજે ગીરના સિંહને જાવા માટે, સોમનાથમાં પૂજા કરવા માટે અને હૈદ્રાબાદ ચાર મિનારને જાવા માટે આપણે વીઝા લેવા પડતા હોત. સરદાર સાહેબનો સંકલ્પન ના હોત તો કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સીધી ટ્રેનની કલ્પના પણ ના થઇ શકી હોત.
મોદીએ કહ્યું કે સરદાર પટેલને એવા સમયમાં દેશના ગૃહમંત્રી બનાવામાં આવ્યા હતા જે ભારતના ઇતિહાસની સૌથી મુશ્કેલ ક્ષણ હતી. તેમની જવાબદારી દેશની વ્યવસ્થાઓના પુનનિર્માણ કરવાની હતી અને અસ્ત-વ્યસ્ત કાયદાની વ્યવસ્થાઓને ઠીક કરવાની જવાબદારી હતી. દેશના લોકતંત્રથી સામાન્ય પ્રજાને જાડવા માટે તેઓ હંમેશા સમર્પિત રહ્યાં. મહિલાઓને ભારતના રાજકારણમાં સક્રિય યોગદાનનો અધિકાર આપવા પાછળ પણ સરદાર પટેલનો ખૂબ મોટો રોલ રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY