કાલે સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીમાંથી મુખ્યમંત્રી રૂપાણી એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવશે

0
198

સુરત, તા. ૧૮
અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરૂષ, પ્રખર રાષ્ટ્રભકત, ભારત રત્ન અને પ્રજા વત્સલ સરદાર વલ્લભભાઇ પટેલનું દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને દેશની એકતાપ્રઅખંડિતતામાં અમૂલ્ય યોગદાન રહ્યું છે.
સરદાર વલ્લભભાઇ પટેલનાં સમગ્ર જીવન દરમિયાન વિવિધ સત્યાગ્રહો, કુદરતી આફતોમાં તેમણે કરેલી રચનાત્મક પ્રવૃત્તિઓ, દેશી રજવાડાઓનું વિલીનીકરણ, સમાજની નવરચના, બંધારણનું ઘડતર વગેરે જેવા વિવિધ પ્રસંગોમાં તેમની અસરકારક નેતૃત્વશૈલીનાં દર્શન થયા છે. આવા વિરલ વ્યકિતત્વ માટે સરદાર સરોવર ડેમ સાઇટ પર વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટર પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનું લોકાર્પણ આગામી તા.૩૧મી ઓકટોમ્બરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાષ્ટ્રાર્પણ થનાર છે.
પ્રતિમાના પ્રથમ તબક્કામાં સ્મારકમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને યોગદાનને જીવંત કરતુ મ્યુઝિયમ, ઓછા સમયમાં વધુ મુલાકાતીઓ માટે આ સ્થળ નિહાળી શકે તે માટે ઝડપી એલિવેટર, ફ્લોર, મેઝેનાઇન અને છતમાં એમ ત્રણ જગ્યાએ સ્ટેચ્યુનું ત્રણ સ્તરનું પ્રદર્શન મેમોરિયલ ગાર્ડન, હોટલ, એક કન્વેન્શન સેન્ટર, એક મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો અને પ્રતિમા સ્થળ સાથે જોડતો પુલ બનાવવામાં આવ્યો છે. પ્રતિમાના નિર્માણ માટે ૭૦ હજાર ટન સિમેન્ટ, ૧૮,૫૦૦ ટન લોખંડ, ૬,૦૦૦ ટન સ્ટ્રકચરલ સ્ટીલનો વપરાશ કરાયો છે. સરદાર સાહેબની પ્રતિમાના સ્થળે ૨૩૦ હેકટરમાં ૧૭ કિ.મી. વિસ્તારમાં દેશપ્રવિદેશના ફૂલોની ફલાવરવેલી, વિવિધ રાજ્યના અતિથિભવનનું પણ નિર્માણ થશે. જેના થકી આ સ્મારક એક આગવું પ્રવાસન સ્થળ બની રહેશે અને રોજના ૧૫ હજારથી વધુ પ્રવાસીઓ સ્થળની મુલાકાત લે એવી સંભાવના છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીનું પણ નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરાશે. આ સમગ્ર સુવિધાઓ થકી આ સ્થળ વિશ્વકક્ષાનું અજોડ પ્રવાસનધામ બનશે.
સરદાર સાહેબના જીવન કવન, વિરલ વ્યકિત્વ, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગોથી જનપ્રજન સુધી પહોંચે તેવા આશયથી તા.૧૯/૧૦/૨૦૧૮ના રોજ બારડોલી, સુગર ફેકટરી કંપાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એકતા યાત્રા રથનું પ્રસ્થાન કરાવશે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY