પગાર અંગે પિતા-પુત્રી વચ્ચે ઝઘડાનું સમાધાન કરાવતી ૧૮૧ હેલ્પ લાઈન

0
56

૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે પોલીસની હાજરીમાં ઝઘડાનું સમાધાન કરાવી દીધું
સુરત, તા.૨૨આજની કાળઝાળ મોંધવારીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને બે છેડા ભેગા કરવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કયારે ઘર કંકાસ, ઝધડા, મારા મારી જેવા અનેક કારણોના પરિણામે પરિસ્થિતિ વિકંટ બનતી હોય છે. તેવા સમયે રાજય સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા નાના-મોટા ઝધડાઓમાં સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવે છે. આવો બનાવ સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં બન્યો હતો. જેમાં આ વિસ્તારની એક યુવતીએ હેલ્પલાઈનને કોલ કરીને કહ્યું કે, મારી મહિનાની સેલરીમાંથી અડધી રકમ પિતાને આપવા છતા તેઓ પુરેપુરી રકમ આપવાની માંગ કરે છે. આ બાબતે પિતા-પુત્રી વચ્ચે વારંવાર ઝધડાઓ થતા રહે છે. પિતાએ પુત્રીને પોતાના ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેતા પુત્રીએ ૧૮૧ હેલ્પલાઈનની ટીમને બોલાવી હતી. કતારગામ પોલીસ સ્ટેશનની રેસ્કયુવાન મધ્યસ્થી બની પિતા-પુત્રી વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
બનાવની વિગત જોઈએ તો, પરવીન(નામ બદલ્યું છે.) પ્રાઈવેટ કંપનીમાં એમ.આર. તરીકે ફરજ બજાવે છે. પરવીનાને મળતી માસિક સેલેરીમાંથી અડધી સેલેરી પોતાના પિતાને આપે છે. જયારે બાકીની સેલેરીમાંથી પોતાના ખર્ચા તથા બચત કરે છે. પરવીના પિતા મધ્યમવર્ગના છે તેઓને વારંવાર આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તેમના નાના બાળકો અભ્યાસ કરે છે. ઘરની જવાબદારી હોઈ પૈસાની તંગી વરતાઈ છે. જેથી પરવીના પાસેથી પુરે પુરી રકમ મળે તો રાહત થાય. તેવા આશયથી માંગણી કરતા પિતા-પુત્રી વચ્ચે તકરાર થઈ હતી. પરવીનાએ જણાવ્યું કે, મારે અપડાઉન ખર્ચ, કપડા વગેરેની જરૂરીયાત પણ સંતોષવાની હોય છે. જેથી ટીમ દ્વારા બન્નેની સમજાવીને ચર્ચા કરી હતી.ઓછી આવકમાં પરિવારનું ગુજરાન ચલાવવુ તે આજના સમયમાં મુશ્કે બની રહ્યું છે તે બાબત બંને વચ્ચે સમજાવતા પોતાની ભુલ સમજાઈ હતી. પિતા પાર્ટ ટાઈમ વધારે કામ કરશે તથા પરવીન પણ પોતાના ખર્ચમાં કરકસર કરશે. આમ સફળતાપૂર્વના કાઉન્સિલીગ દ્વારા પિતા-પુત્રી અને પરિવારમાં થયેલી તકરાર દુર કરવવામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમને સફળતા મળી હતી.પગાર અંગે પિતા-પુત્રી વચ્ચે ઝઘડાનું સમાધાન કરાવતી ૧૮૧ હેલ્પ લાઈન૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે પોલીસની હાજરીમાં ઝઘડાનું સમાધાન કરાવી દીધું સુરત, તા.૨૨બાળ મજુરી પ્રથા નાબૂદી અભિયાન હેઠળ ટાસ્કફોર્સ અને નેશનલ ચાઈલ્ડ લેબર પ્રોજેકટ સોસાયટી તથા બાળમજુર પુનઃવસન અને કલ્યાણનિધિ સંચાલન સમિતીની બેઠક નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ટાસ્ક ફોર્સ થયેલ રેડની વિગતો, એન.સી.એલ.પી. સોસાયટીનો ખર્ચ, સ્ટેટ એકશન પ્લાન, સ્પેશીયલ ટ્રેનિંગ સેન્ટરના બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની કામગીરીની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY