સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો મુદ્દે ફેરવિચાર કરવો જાઈએ : પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા

0
134

ગાંધીનગર,
તા.૧૫/૦૩/૨૦૧૮

વિધાનસભામાં બનેલી મારામારીની શરમજનક ઘટના બાદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના બે ધારાસભ્યોને ૩ વર્ષ માટે અને એક ધારાસભ્યને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ નિર્ણયનો કોંગ્રેસ પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વિરોધમાં BJP પણ પાછળ નથી. BJP સરકારના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ આ અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે, તેમાં ફેરવિચાર કરવો જાઈએ. જા ઉશ્કેરાટનું કારણ હોય તો તે કારણને પણ એક્ઝેસ્ટ કરીને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવો જાઈએ. તેમણે કહ્યું હતું કે, ધારાસભ્યને વધુ પડતી સજા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના બે ધારાસભ્યો પર કડક કાર્યવાહી કરવાની દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૩-૪ ધારાસભ્યોને કારણે વિધાનસભા ગૃહ બદનામ થયું છે. દાખલારૂપ પગલા લેવાવા જાઈએ. પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવવા જાઈએ અને બળદેવ ઠાકોરને પણ ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી અને નીતિન પટેલની આ દરખાસ્તને પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય ઘણાં મ્ત્નઁના નેતાઓએ પણ સમર્થન આપ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY