સુરત સરથાણામાં માતાએ પુત્રીને ઝેર પીવડાવ્યા બાદ જાતે પણ ગટગટાવ્યું

0
122

સરથાણામાં સીમાડા ખાતે ગઇકાલે બપોરે માતાએ જાતે તેમની ૩ વર્ષીય દિકરીને ઝેરી દવા પીવડાવીને જાતે પણ ઝેરી દવા પીધી હતી. જેમાં વારાફરતી માતા-પુત્રીના મોતના લીધે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં સીમાડા ગામમાં શ્યામધામ સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય સુમીતાબેન જીગ્નેશભાઇ ઇટાલીયાએ ગઇકાલે બપોરે ઘરમાં ૩ વર્ષીય પુત્રી આરવીને ઝેરી દવા પીવડાવી હતી. બાદમાં તેણે જાતે પણ ઝેરી દવા પી લીધી હતી. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે માતા-પુત્રીને મરણ જાહેર કર્યા હતા. જેથી ઇટાલીયા પરિવાર પર આભ તૂટી પડયું હતું. પોલીસ સૂત્રોએ કહ્યું કે, ગઇકાલે બપોરે તેમના પતિ ઘરે જમીને બહાર ગયા હતા. બાદમાં માતા-દિકરીને ઉલ્ટી થવા લાગી હતી. તેમના પરિવારના સભ્યોએ સંબંધીને જાણ કરતાં બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જીદ્દી સ્વભાવમાં સુમીતાબેને આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. પણ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે. સુમીતાબેન મૂળ ભાવનગરના શિહોરના ઇશ્વરીયા ગામના વતની હતા. તેમને ૧ સંતાન હતું. તેમના પતિ એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY