અમે સર્જિકલ સ્ટ્રાઈક ડે મનાવવાનું ફરજીયાત નથી કર્યું : જાવડેકરની સ્પષ્ટતા

0
7

ન્યુ દિલ્હી,તા.૨૧
સર્જિકલ સ્ટ્રાઇકની વર્ષગાંઠ હાલ વિવાદોમાં ફસાતી જાવા મળી રહી છે. સર્જિકલ સ્ટ્રાઇક ડે મનાવવા પર માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે કંઇ પણ ફરજીયાત નથી કર્યું. માત્ર સુચન કર્યું અને એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં કોઇ રાજનીતિ નથી માત્ર દેશભક્તિ છે. મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ૨૯ સપ્ટેમ્બરના રોજ સર્જિકલ સ્ટ્રાઇકની વર્ષગાંઠ પર અમે કોલેજાને કહ્યું કે, તેઓ આર્મીના પૂર્વ અધિકારીઓ સાથે વિદ્યાર્થીઓને લેક્ચર આપવાના કાર્યક્રમનું આયોજન કરી છે. આ લક્ચરમાં સુરક્ષા દળો દેશની સુરક્ષા કેવી રીતે કરે છે અને કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી તેની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવશે.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, કોલેજાને કોઇ દબાણ આપવામાં નથી આપ્યું જેઓ કાર્યક્રમ આયોજીત કરવા માંગે છે તે માત્ર તે કરે. કોઇ પણ સંસ્થા અથવા વિદ્યાર્થીઓને આદેશ કરવામાં આવ્યો નથી. અમે માત્ર ઘણાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સુચનોને ધ્યાનમાં રાખીને સર્જિકલ સ્ટ્રાઇકની વર્ષગાંઠ મનાવવા વિશે વિચાર્યું છે. આ માટે ૨૯ સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમ આયોજીત કરવા વિશે નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્યારે કપિલ સિબ્બલે કહ્યું કે, આ બિલકુલ હેરાન કરનારું છે. મને નથી લાગતું કે સ્વતંત્રતા બાદ ેંય્ઝ્રએ યુનિવર્સિટીને આ પ્રકારે નિર્દેશ આપ્યા હોય. દ્વારા આ પ્રકારના નિર્દેશ આપવાનો અર્થ છે કે આપણી યુનિવર્સિટીની પ્રણાલીની સ્વતંત્રતા ખતમ કરવામાં આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY