મુંબઈ,તા.૨૧
માત્ર ત્રણ વર્ષના ટૂંકા સમયગાળામાં આ કલાકાર એ લિસ્ટના કલાકારોમાં ગણાતો થઇ ગયો છે. એમાં એના પુરુષાર્થ ઉપરાંત નસીબનો પણ ખાસ્સો ફાળો છે. એ કહે છે કે સ્ટાર બન્યા હોઇએ તો સતત મલકતાં રહેવું પડે.
અગાઉ રાજકુમાર રાવને આૅફર થયેલી અને રાજકુમારે નકારેલી ફિલ્મ મસાનથી વીકી કૌશલે કારકિર્દીનો આરંભ કર્યો હતો. તાજેતરમાં એની લગભગ અડધો ડઝન ફિલ્મો બોક્સ આૅફિસ પર હિટ નીવડી હતી જેના પગલે એ પ્રથમ પંકિતના કલાકારોમાં ગણાતો થઇ ગયો.
રણબીર કપૂર સાથે રાજકુમાર હીરાણીની સંજુ, આલિયા ભટ્ટ સાથે મેઘના ગુલઝારની રાઝી, કરણ જાહરની લસ્ટ સ્ટોરીઝ અને હવે અનુરાગ કશ્યપની મનમર્ઝિયાં. એ કહે છે કે સફળતા કોને ન ગમે ? મને પણ સફળતા ગમે છે. મારા પરિવારમા પણ હાલ આનંદની લહેરખી ફરી વળી છે. મારી સફળતાથી પરિવારમાં સૌ ખુશ છે. ગળે ડૂમો ભરાઇ આવે એવી આ ખુશી છે.
હાલ એ ભારતે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની ફિલ્મ ઊરી કરી રહ્યો છે. એણે કહ્યું કે તમે કરેલી ફિલ્મો સારી ચાલે અને લોકો તમારા કામને બિરદાવે એ ગમતી વાત છે.
શરૃમાં કરેલો સંઘર્ષ અત્યારે રંગ લાવ્યો છે અને હવે લોકો કહે છે કે તમે આ સફળતાને યોગ્ય વ્યક્તિ છો. આ સંજાગોમાં મલકતાં રહેવું પડે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





