સરકારી કચેરી પાસે ધરણા તથા આંદોલન કરવા પર પ્રતિબંધ ૨૦૦ મીટર ક્ષેત્રમાં મંજૂરી વગર વિરોધ પ્રદર્શન યોજી શકાશે નહીં

0
9

નવસારી, તા.૫
ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની દુર્ઘટનાઅો વારંવાર બનવા પામી છે. નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેîચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું અોચિંતુ અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેરમાર્ગે પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે. નવસારી જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોîચે અને લોકોમાં સંવાદિતા જળવાય તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કે.જે.રાઠોડે એક જાહેરનામા ઘ્વારા મળેલી સત્તાની રૂએ નવસારી કલેકટર અને મેજીસ્ટ્રેટની કચેરી, નવસારી જિલ્લા પંચાયત અને અન્ય સરકારશ્રીની વિવિધ વિભાગની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી, તાલુકા મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા/ભુખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસો ભેગા થવા સભા/સરઘસ કરવા પર તાત્કાલિક અસરથી તા.૧૬/૧૧/૨૦૧૮ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમના અનાદર બદલ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY