સુરત, તા.૫
વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને યુવા શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ યોજના ‘નમો ઈ-ટેબઃ ન્યુ એવન્યુઝ ઓફ મોર્ડન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટ’ અંતર્ગત રૂ.૧૦૦૦ની ટોકન કિંમતે ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
રાજ્યના શિક્ષણ વિભાગ પ્રેરિત અને નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ પ્રસંગે યુવાધનને સંબોધતા શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીના જ્ઞાન-વિજ્ઞાનના યુગમાં ગુજરાતની યુવાશક્તિ આધુનિક વિશ્વની બરોબરી કરી શકે તે માટે શિક્ષણમાં આધુનિક ઉપકરણોના સકારાત્મક ઉપયોગનો નવતર અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે. ગુજરાતના યુવાધનને વર્લ્ડ કલાસ યુથ બનાવવા માટે માત્ર ૧૦૦૦ રૂ. ના ટોકન ભાવે ટેબ્લેટ આપીને શિક્ષણમાં ડિજીટલ ક્રાંતિ કરવા રાજ્ય સરકારે કમર કસી છે. ગુજરાતનો યુવાન જ્ઞાનની વૈશ્વિક હરીફાઈમાં સમૃદ્ધ બને અને નોકરી મેળવનાર નહીં, પરંતુ નોકરીદાતા બને તે દિશામાં ગુજરાત સરકારે પહેલ કરી છે.
આ સરકારના અમારા હૈયે વિદ્યાર્થીનું હિત વસ્યું છે તેમ સ્પષ્ટપણે જણાવતાં ઉમેર્યું કે, ગત વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરિત કરવાથી વિપક્ષો અને વિરોધીઓએ ચૂંટણીલક્ષી યોજના ગણાવીને અમારી ટીકા કરી હતી, પરંતુ ચાલુ વર્ષે ગયા વર્ષથી પણ વધુ સંખ્યામાં એસર અને લિનોવો જેવી બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા નિર્મિત આ ટેબ્લેટ કે જેનો માર્કેટ રેટ રૂ.૮ હજાર થાય છે તેવા અદ્યતન ફોર-જી ટેબલેટ રાજ્ય સરકાર આપી રહી છે. સરકારની ડિજીટલ શિક્ષણની પહેલના કારણે વિદ્યાર્થીઓ હવે આંગળીના ટેરવે વૈશ્વિક શિક્ષણના પ્રવાહોથી માહિતગાર બનશે.
રાજ્ય સરકાર આધુનિક અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં કોઈ સમાધાન કરવા માંગતી નથી એમ જણાવી ધો. ૧૦ અને ૧૨ની પરિક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ કોલેજ-પોલિટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા યુવા છાત્રોને ટેબ્લેટ આપવા માટે સરકારે બજેટમાં આ વર્ષે ૧૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું શ્રી ચુડાસમાએ ગર્વભેર કહ્યું હતું.
રાજ્યની યુવાશક્તિ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘નયા ભારત-ડિજીટલ ભારત’ના નિર્માણના સપનાને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે, ઈ- ટેબ્લેટથી સરકારે વિશ્વનો જ્ઞાન ભંડાર યુવાશક્તિની હથેળીમાં મૂકયો છે, તેનો કારકિર્દી ઘડતરમાં વિવેકથી સદુપયોગ કરજો. દેશ બદલવાનું, વિકાસના વાહક બનવાનું અને સર્વાંગી પરિવર્તનનું કાર્ય યુવાનો જ કરી શકશે, સ્કીલ ઈન્ડિયા, મેઈક-ઈન ઈન્ડિયા અને સ્ટેન્ડ અપ ઈન્ડિયાના માધ્યમથી પ્રધાનમંત્રીએ યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે. રાજ્યના યુવાનાને રૂ.૧૦૦૦ની ટોકન કિંમતે જે ટેબ્લેટ આપી રહ્યા છે તેની ૩૦ કરોડ જેટલી ટોકન એમાઉન્ટ પણ યુવા વિદ્યાર્થીઓના જ હિતમાં સરકાર ઉપયોગ કરશે. આ રકમમાંથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સીટીઓના કેમ્પસ વાઈ-ફાઈથી સજ્જ કરવામાં આવ્યા છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. અભ્યાસલક્ષી પ્રવૃત્તિ ઉપરાંત કલા અને ઈત્તર પ્રવૃતિ થકી વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ સાધવા શ્રીચુડાસમાએ છાત્રોને શીખ આપી હતી.
આ પ્રસંગે વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ વિદ્યાર્થીઓને ટેબ્લેટ દ્વારા ડિજીટલ શિક્ષણનો કારકિર્દી ઘડતરમાં યથાર્થ ઉપયોગ કરવાનું જણાવતા કહ્યું કે, યુવા છાત્રશક્તિ ભારતનું ભવિષ્ય છે. આજે ડિજીટલ શિક્ષણની બોલબાલા છે, ત્યારે ૧૦૦૦ રૂ. ના નજીવા દરે ઉપલબ્ધ નમો ઈ-ટેબલેટ આજના આધુનિક ઝડપી યુગમાં વિશ્વસ્તરનું શિક્ષણ મેળવવાનું સાધન બનશે. રાજ્ય સરકારે શિષ્યવૃત્તિને પણ ડિજીટલ બનાવી એસ.સી.,એસ.ટી., સવર્ણ આર્થિક અનામત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને સંપૂર્ણ પારદર્શિતાથી તેમના બેંક ખાતામાં જ જમા કરી છે. રાજ્ય સરકારે નમો વડાપ્રધાનશ્રીના ડિજીટલ ભારત અભિયાનમાં સૂર પૂરાવી ઈ-ટેબલેટના માધ્યમથી ડિજીટલ શિક્ષણને પ્રોત્સાહન આપ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભે નર્મદ યુનિવર્સિટીના કુલપતિશ્રી શિવેન્દ્ર ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા. તેમણે યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિષે વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રી મુકેશભાઈ પટેલ, વી.ડી.ઝાલાવાડિયા, શ્રીમતી ઝંખનાબેન પટેલ, શ્રીમતી સંગીતાબેન પાટીલ, મેયરશ્રી ડો. જગદીશ પટેલ, કલેકટરશ્રી ડો. ધવલ પટેલ, પ્રો. વાઇસ ચાન્સેલરશ્રી ભાસ્કર રાવલ, ઇ.રજિસ્ટ્રારશ્રી એ.વી. ધડૂક, સિન્ડીકેટના સભ્યો, વિવિધ ભવનોના વડાઓ, અધ્યાપક ગણ, કર્મચારીઓ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





