પ્રોજેકટ માર્ચ ૨૦૨૦ સુધીમાં પૂરો થશે
વડોદરા,તા.૬
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની પાણીની સમસ્યાના ઉકેલ માટે પાલિકાને એક મહિના માટે રૂ.૫.૯૫ કરોડના ખર્ચે નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવું પડશે પરંતુ આવો ઉનાળો છેલ્લો હશે. પાલિકાના સિંધરોટ ખાતેથી રોજનું ૮ કરોડ લિટર (૮૦ એમએલડી) પાણી મેળવવાનો પ્રોજેકટ માર્ચ ૨૦૨૦ સુધીમાં પૂરો થશે.
સિંધરોટ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી તબક્કાવાર રીતે રોજનું ૩૦૦ એમએલડી (મિલિયન લિટર પર ડે) એટલે કે ૩૦ કરોડ લિટર પાણી લેવાનું આયોજન કર્યું છે. જેના પ્રથમ તબક્કામાં ૧૦૦ એમએલડી એટલે કે ૧૦ કરોડ લિટર પ્રતિ દિવસ લેવા માટે સિંધરોટ ખાતે મહિસાગર નદી પર ઇન્ટેકવેલ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી શહેર સુધી ટ્રાન્સમિશન લાઇન નાંખવાની કામગીરીનું આયોજન પાલિકાએ અમૃત યોજના હેઠળ કર્યું છે. જેના માટે રૂ.૨૫ કરોડનો ખર્ચ પણ કરી દેવાયો છે.
હાલમાં નર્મદા નિગમે રોજનું ૨૫૦ કયુસેક પાણી આજવા જળાશયમાં છોડવાનું શરૂ કર્યું છે અને તેના માટે દરરોજ રૂ.૧૯ લાખ મુજબ બિલનું ચૂકવણું પાલિકાએ કરવાનું રહેશે. જોકે, સિંધરોટ ખાતે આકાર લઇ રહેલ ૧૦૦ એમએલડી ક્ષમતાનો ઇન્ટેક વેલ સાથેનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેકટ ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૦ સુધીમાં પૂરો થઇ જશે અને તેના કારણે ૨૦૨૦ના ઉનાળામાં પાણીની સમસ્યા નડશે નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



