મુંબઈ,તા.૨૨
વર્ષ ૨૦૧૩થી અત્યાર સુધીમાં મહારાટ્રમાંથી ૨૨૬૪ છોકરી અને મહિલા ગુમ થઈ હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લેખિત પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું. ૨૦૧૩થી ૨૦૧૭ વચ્ચે કુલ ૨૬,૭૦૮ મહિલા ગુમ થઈ હતી, જેમાંથી ૨૪,૪૪૪ મળી ગઈ હતી. ૨,૨૬૪ની શોધ ચાલી રહી હોવાનું ગૃહ ખાતું પણ સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું. આ ગુમ થયેલી મહિલાઓમાં ૨૯૮ સગીરા પણ હોવાનું તેમણે જણાવ્યું હતું. ફડણવીસે જણાવ્યું હતું કે મહિલાઓની ગુમ થવાની સંખ્યા વધી ગયેલી દેખાઈ રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટે સગીરના અપહરણના કેસ નોંધવાનું ફરજિયાત બનાવ્યું છે.
૨૦૧૩થી ૧૮ વર્ષની વય નીચેની ૫૦૫૬ મહિલા ગુમ થઈ હોવાનું બહાર આવ્યું હતું જેમાંથી ૪૭૫૮ મહિલા મળી આવી હતી. ૧૮ વર્ષ ઉપરની ૨૧,૬૫૨ મહિલા ગુમ થઈ હતી, જેમાંથી ૧૯,૬૮૬ મહિલા શોધી લેવામાં આવી હતી. દસ દેહવ્યાપારના કેસ નોંધવામાં આવ્યા છે જેમાં ૫૩ પીડિતાને બચાવવામાં આવી હતી. આ સાથે કુલ ૮૫૧૮ કેસ બાળકોની સતામણીના નોંધવામાં આવ્યા હતા, જેમાં ૮૯૦૮ પીડિત બાળકને રક્ષણ આપવામાં આવ્યું હતું. મહિલાના ગુમ થયાના કેસમાં દેશભરમાં મહારાષ્ટ્ર બારમા સ્થાને છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




