સરકાર ઓઈલ કંપનીઓ ઓએનજીસી પર વિંડફોલ ટેક્સ લગાવવાની તૈયારીમાં

0
41

ન્યુ દિલ્હી,તા.૯
ડાલર સામે રૂપિયો ગગડતા ઈંધણના ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. ઓઈલ કંપનીઓ સતત ભાવમાં વધારો કરી રહી છે. પ્રથમવાર દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૮૦ પર પહોંચ્યો છે. તો ડિઝલ ૭૨.૬૧ પ્રતિ લીટરના રેકોર્ડ સ્તરે છે. છેલ્લા એક મહિનામાં પેટ્રોલ-ડિઝલ લગભગ ૫ રૂપિયા જેટલુ વધ્યુ છે. એક્સાઈઝ ડ્યુટીમાં કાપની માંગ સાથે ટેક્સ ઘટાડવાની માંગ ઉઠી છે. પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવાનું વિચારાઈ રહ્યું છે. જા કે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. સરકાર પણ પેટ્રોલ-ડિઝલના ભાવથી ચીંતીત છે. એક્સાઈઝ ડ્યુટી કે ટેક્સ હટાવવાથી સરકારને મોટુ નુકસાન જાય તેમ છે.
મોદી સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ લાંબા સમય માટે નિયંત્રણમા આવે તેવુ સોલ્યુશન વિચારી રહી છે. સરકાર ઓઈલ કંપનીઓ ઓએનજીસી પર વિંડફોલ ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. આનાથી પેટ્રોલ-ડિઝલના ભાવ ઘણા ઓછા થશે. હવે જાવાનુ એ છે કે આ ફોર્મ્યુલા કેટલો સફળ થશે.
વિંડફોલ ટેક્સ એક ખાસ પ્રકારનો ઓઈલ ટેક્સ છે, જેનાથી મળતી રેવન્યૂનો ફાયદો ફ્યુલ રિટેલર્સને આપવામાં આવશે, જેનાથી તે કિંમતો પર નિયંત્રણ લાવશે. કન્જ્યુમરને તાત્કાલીક ફાયદો કરાવવા સરકાર વિંડફોલ ટેક્સ લાવી શકે છે. વિંડફોલ ટેક્સ દુનિયાના કેયલાક વિકશિત દેશોમાં અમલી છે. યૂકેમાં ૨૦૧૧માં ઓઈલની કિંમત ૭૫ ડાલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ત્યારે ટેક્સ રેટ વધારવામાં આવ્યો.જે નોર્થ ઓઇળ અને ગેસ પર મળતા પ્રોફિટ પર લગાવવામાં આવ્યો હતો. આજ રીતે ચીને ૨૦૦૬માં ઘરેલું ઓઈલ તેલ પ્રોડ્યુસર્સ પર સ્પેશન અપસ્ટ્રીમ પ્રોફિટ ટેક્સ લગાવાયો.
આભાર – નિહારીકા રવિયા

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY