લંડન,તા.૯
ઇંગ્લેન્ડનમાં ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારતના બીજા બધા બેટ્સમેનો ભલે રન ના બનાવી શકતા હોય પણ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ જબરદસ્ત રનોનો વરસાદ કરીરહ્યું છે. ઓવલ ટેસ્ટમાં વિરાટ ૪૯ રને આઉટ થયો પણ તેની સાથે તેને એક ખાસ રેકોર્ડ પણ નોંધાવી દીધો. તેને સચિન- લારાને પણ રનોની બાબતમાં પાછળ પાડી દીધા.
ઓવલ ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ૧૮ હજાર રન પુરા કર્યા. વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ કારનામું સૌથી ઝડપી કર્યુ છે. વિરાટે ૩૮૨મી ઇનિંગમાં ૧૮ હજાર રન પુરા કર્યા, જે સચિન-લારા કરતાં ઓછી ઇનિંગ છે. સચિને ૪૧૨મી ઇનિંગમાં જ્યારે લારાએ ૪૧૧મી ઇનિંગમાં ૧૮ હજાર રન પુરા કર્યા હતા.
વિરાટ કોહલીના નામે સૌથી ઝડપથી ૧૫ હજાર, ૧૬ હજાર અને ૧૭ રન ઇન્ટરનેશનલ રન કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે.
વિરાટ કોહલીએ હાલની ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેને છે. વિરાટ ૯ ઇનિંગમાં ૬૫.૮૮ની એવરેજથી ૫૯૩ રન બનાવીચૂક્વીયો છે. તેને આ સીરીઝમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





