સરકાર માંગણીઓ પૂરી નહીં કરે તો બે હજારથી વધુ શિક્ષકો મુંડન કરાવશે

0
10

ગાંધીનગર,તા.૨૯
ગ્રાન્ટેડ શાળા કર્મચારીઓ સાથે થયેલા અન્યાય મામલે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ આક્રમક બની રહ્યુ છે. શિક્ષણ સહાયકોને ઓછો પગાર વધારો, સળંગ નોકરી તથા સાતમાં પગારપંચના તફાવતના હપ્તા અંગેની રજૂઆતો બાદ પણ કોઈ નક્કર પરિણામ ન આવતા તાજેતરમાં મહામંડળની કારોબારી બેઠક મળી હતી. જેમાં સરકાર માંગણીઓ પુરી નહી કરે તો ૨ હજારથી વધુ શિક્ષકો મુડંન કરાવશે.
આ માટે સરકારને પાંચમી સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે.ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકોને સરકારી શાળાના શિક્ષણ સહાયકો કરતા ૬ હજારથી માંડીને ૧૨ હજારનો ઓછો વધારો અપાયો છે.
ઉપરાંત ફિક્સ પગારની નોકરી ઉચ્ચતર પગાર તેમજ નિવૃત્તિ વિષયક લાભ માટે ૨૦૦૬ પછી સરકારી કર્મચારીની સળંગ ગણવામાં આવી છે. જ્યારે ગ્રાન્ટ ઇન એઇડના શિક્ષકોની સળંગ નોકરી ગણાવામાં આવી નથી. જેને લઇને શિક્ષક સંધ દ્વારા વિવિધ ચાર ઝોનમાં મિટીંગનો દોર શરૂ કરી દેવો આવ્યો છે.
અને જા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના પ્રશ્નો ઉકેલવામા નહી આવે તો આગામી ૧૬ સપ્ટેમ્બરના રોજ શિક્ષકો સામુહીક મુંડન કરાવશે.રાજ્યના ૨ હજારથી વધુ શિક્ષકો મુડન કરવવાનો અંદાજ છે.સમગ્ર રાજ્યમાં ૬૦ હજારથી વધુ શિક્ષકો લાભથી વંચિત છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY