મુંબઈ,તા.૨૯
તાજેતરમાં જ સમાચાર હતા કે બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચને કેરળનાં પૂર પીડિત લોકોને મદદ માટે અંદાજે ૫૧ લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. તો હવે અમિતાભ બચ્ચને મહારાષ્ટનાં ખેડૂતો અને શહીદ સૈનિકોનાં પરિવારોની મદદ માટે પણ હાથ લંબાવ્યો છે. બચ્ચને લગભગ ૨૦૦ ખેડૂતોનું દેવુ ચુકવવા માટે અંદાજે ૧.૨૫ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. તો એક કરોડ રૂપિયાનું દાન તેમણે ૪૪ શહીદોનાં પરિવારોને કર્યું છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર મહારાષ્ટમાં દેવુ વધી જતા ખેડૂતોનાં આત્મહત્યાનાં સમાચારોથી અમિતાભ બચ્ચન ઘણા દુઃખી હતા. આ દરમિયાન તેમણે સમાચાર વાંચ્યા કે ઘરનાં મુખ્ય વ્યકિતનાં શહીદ થવાના કારણે શહીદોનું ઘર તુટી રÌšં છે, ત્યારબાદ તેમણે એવા ખેડૂતોનું લિસ્ટ મંગાવ્યું જેમણે રાષ્ટ્રિય બેંકોમાંથી લાન લીધી છે અને તેને ચુકવી નથી શક્યા. આ ઉપરાંત તેમને મહારાષ્ટનાં મુખ્યમંત્રી કાર્યાલયથી એવા ૪૪ પરિવારોની યાદી મોકલવામાં આવી જેમનાં પરિવારમાંથી કોઈને કોઈ દેશની સેવા કરતા શહીદ થયું હોય.
એક પ્રેસ કોન્ફરન્સમાં અમિતાભ બચ્ચને કહ્યુ કે, “એ સાંભળીને દુઃખ થાય છે કે આવા ખેડૂતો જેમણે ૧૫-૨૦ હજારની લોન લીધી હોય છે અને તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. તેઓ એટલી રકમ પણ ચુકવી નથી શકતા. આવામાં મે આવા ખેડૂતોનું દેવુ ચુકવવાનો નિર્ણય લીધો.” તેઓ જલ્દી ૪૪ શહીદોનાં પરિવારોને પણ મદદ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



