ન્યુ દિલ્હી,તા.૫
એક તરફ બેરોજગારીના કારણે યુવાઓ હેરાન પરેશાન છે ત્યારે કેન્દ્ર અને દેશની વિવિધ રાજ્ય સરકારો ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી કરી રહી નથી. સંસદમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સરકારે માહિતી આપતા કહ્યું છે કે દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ વિભાગોમાં ૨૪ લાખ જગ્યાઓ ખાલી છે. જેમાં સૌથી વધુ ૯ લાખ ખાલી જગ્યાઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની છે.
ખાલી પોસ્ટના મામલામાં પોલીસ ફોર્સ બીજા નંબર પર છે.દેશભરમાં વિવિધ રાજ્યોમાં પોલીસ ખાતામાં ૫.૪ લાખ જગ્યાઓ ખાલી પડેલી છે. ઉલ્લેખનીય છે કે દુનિયાના મોટા દેશો પૈકી ભારત એવો દશ છે જ્યાં વસ્તીની સામે પોલીસની સંખ્યા સૌથી ઓછી છે. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પાછળનુ આ પણ એક સૌથી મોટુ કારણ છે.
આ સિવાય લશ્કરી અને અર્ધલશ્કરી દળોમાં ૧.૨ લાખ જગ્યાઓ ખાલી પડી છે. રેલવેના નોન ગેઝેટેડ સ્ટાફમાં ૨.૫ લાખ પોસ્ટ ખાલી પડેલી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



