દહેરાદૂન,તા.૫
ઉત્તરાખંડ હાઈ કોર્ટ દ્વારા જંગલ સફારી, જાય રાઈડ્સ સહિત હાથીઓના કમર્શિયલ વપરાશ પર પ્રતિબંધ મૂક્્યો છે. કોર્ટ દ્વારા કોર્બેટ તથા રાજાજી ટાઈગર નેશનલ પાર્ક ખાતે પ્રવાસીઓ દ્વારા વાપરવામાં આવતી જીપ્સીની સંખ્યાને પણ સીમિત કરવામાં આવી છે. પ્રતિ દિવસ ૧૦૦થી વધુ જીપ્સી કાર પાર્કમાં પ્રવેશી શકશે નહીં. વાઈલ્ડલાઈફ સફારીના ચીફ વોર્ડનને જંગલ ખાતે ઉપયોગમાં લેવાતા ખાનગી કંપની/વ્યક્તિના હાથીને પોતાના તાબા હેઠળ લેવા સૂચના આપવામાં આવી છે.
હાલમાં જંગલ ખાતે સરેરાશ ૨૦૦ જેટલી જીપ્સીને જવા દેવામાં આવે છે. કોર્બેટ પાર્કની આજુબાજુના રિસોર્ટ તથા ખાનગી કંપની દ્વારા યોજવામાં આવતી જીપ્સી રાઈડને કોર્ટના આદેશથી ભારે ફટકો પડ્યો છે. જાકે પર્યાવરણવિદ તથા વાઈલ્ડલાઈફ એÂક્ટવિસ્ટ દ્વારા કોર્ટના નિર્ણયને આવકારવામાં આવ્યો છે.
જÂસ્ટસ રાજીવ શર્મા તથા લોકપાલ સિંગની બેંચ દ્વારા હાથીઓના કમર્શિયલ વપરાશ પર સમગ્ર ઉત્તરાખંડમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ઉપરાંત વાઈલ્ડલાઈફ વોર્ડનને હાથીઓના મેડિકલ ચેકઅપ તથા સારવાર અર્થે સમગ્ર ઉત્તરાખંડમાં હાથીની ખાનગી માલિકી ધરાવતા લોકો તથા કંપની પાસેથી કાયદેસર હાથીનો કબજા મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. કોર્ટના આદેશ મુજબ એકત્ર કરેલા હાથીગણને ચિલ્લા ખાતે રાજાજી નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. હાથીઓની દાકતરી તપાસ બાદ તેમને ૧૨ કલાકમાં જરૂરી સારવાર પૂરી
આભાર – નિહારીકા રવિયા પાડવામાં આવશે.
કોર્ટ દ્વારા નૈનીતાલ, ઉધમસિંગ નગર, હરિદ્વાર તથા પુરીના પોલીસ અધિકારીને પણ હાથી બચાવ અર્થે જંગલખાતાને સહાય પૂરી પાડવા જણાવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




