નાંદોદના ગુવાર ગામે સરપંચ સાથે સંબંધ કેમ રાખે છે કહી ધારિયું અને કુહાડી થી હુમલા માં ઈજા,ત્રણ સામે ફરિયાદ 

0
427

રાજપીપલા:નાંદોદ તાલુકાના ગુવાર ગામે સરપંચ સાથે સંબંધ રાખનાર પાડોસીને ત્રણ વ્યક્તિઓએ મારમારી ઇજા કરતા ફરિયાદ થઈ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર ગુવાર ગામના ફરિયાદી ઈશ્વર રમન તડવી ની ફરિયાદ મુજબ ગતરોજ એ પોતે પોતાના ઘરે બેઠા હતા ત્યારે પડોસમાં રહેતા ગોવિંદ અંબાલાલ તડવી,સંજય દેવજી તડવી અને મેહુલ અશોક તડવી એ ત્યાં આવી ઈશ્વરભાઈને કે કહ્યું કે તું અમારી સાથે રહે છે તો માયાબેન સરપંચ ને ત્યાં કેમ બેસવા જાય છે તને ખબર નથી કે અમારી માયાબેન સાથે બનતી નથી તેમ કહી ગુસ્સામાં ગાળો આપી ગોવિંદ ના હાથમાં નું ધારિયું ઈશ્વરભાઈને મારવા જતા તેમને હાથથી ધારિયું પકડી લેતા ઈશ્વરભાઈને હાથમાં ઇજા થઈ હતી જયારે સાથે આવેલા સંજય અને મેહુલ હાથમાં કુહાડી લઈ આવ્યા હોય કુહાડીની મુંદર ઈશ્વરભાઈ ને બંને પગોમાં મારી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે ઈજાગ્રસ્ત ઈશ્વર તડવી એ રાજપીપલા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે આ ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ..

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY