તરૂણીએ ફરિયાદ નોંધાવતા દુષ્કર્મ ગુજારનાર ૨૪ વર્ષના યુવકની ધરપકડ
સુરત, તા. ૩૦
સરથાણામાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ સામે આવી છે. અહીં એક ૧૪ વર્ષની કિશોરીને તેના સગા મામાએ હવસનો શિકાર બનાવી છે. આ અંગેની ફરિયાદ મળતા સરથાણા પોલીસે આરોપી મામાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સરથાણામાં ૨૪ વર્ષીય યુવકે તેની સગી ભાણી પર દુષ્કર્મ આચયુ હતું. પરિવાર જ્યારે રાત્રે ઉંઘી રહ્ના હતો ત્યારે સુનિલ નામના યુવકે તેનો ગેરફાયદો ઉઠાવાને તેની સગી ભાણીને જ પીંખી નાખી હતી. કિશોરીઓ આ અંગેની જાણ તેની માતાને કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું.
દુષ્કર્મી અન્ય કોઈ નહીં પરંતુ તેનો સગો ભાઈ હોવાનું જાણીની કિશોરીની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે પરિવારના અન્ય સભ્યોને વાત કરતા અંતે ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે પરિવારે મોડી રાત્રે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ અંગે કાર્યવાહી કરતા સુનિલની ધરપકડ કરીને પીડિત કિશોરીને મેડિકલ તપાસ માટે સ્મિમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી.
બળાત્કારનો આરોપી ૨૪ વર્ષીય સુનિલ તેની બહેન સાથે સુરતમાં રહેતો હતો. સુનિલ કારખાનામાં મજૂરી કામ કરતો હતો. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે આરોપી સુનિલ બાળપણથી જ તેની બહેન સાથે રહેતો હતો. સુનિલ મૂળ મધ્ય પ્રદેશનો છે. તેના લગ્ન નથી થયા. પરિવાર રાત્રે ટેરેસ પર ઉંઘી રહ્ના હતો ત્યારે તેની દાનત બગડી હતી અને સગી ભાણીને જ પોતાનો શિકાર બનાવી હતી.
આ બનાવ અંગે તરૂણીએ જાતે સરથાણા પોલીસ મથકમાં મામા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર, પોસ્કોની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





