ન્યુ દિલ્હી,તા.૩૦
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાય)ના નવા માપદંડોનો અમલ થતા કોલ ડ્રોપની સમસ્યામાં નોંધપાત્ર બદલાવ આવી શકે છે. જેમાં કોલ ડ્રોપના બદલે મોબાઈલ ઓપરેટર કંપનીઓને ભારે દંડ ફટાકરવાની જાગવાઈનો પણ સમાવેશ થાય છે. કોલ ડ્રોપની પરિભાષામાં ૨૦૧૦ પછી પ્રથમ વખત બદલાવ કરવામાં આવ્યો છે.
પ્રથમ વખત ડેટા ડ્રોપ માટે પણ જાગવાઈ કરવામાં આવી છે અને જણાવાયું છેકે મહિનાના પ્લાનમાં ગ્રાહકોને ડાઉનલોડમાં નિર્ધારિત સ્પીડ ૯૦ ટકા સમય સુધી મળવી જાઈએ. મહિનાના પ્લાનમાં નેટ ડ્રોપ રેટ મહત્તિમ ત્રણ ટકા હોવો જાઈએ. એક મહિનાના પ્લાનમાં ગ્રાહકને નિર્ધારિત સ્પીડમાં મહત્વં ૭૫ ટકા સમય સુધી સામાન્ય નેટ ટ્રાન્સમિશન સેવા મળવી જાઈએ. સોમવારથી લાગુ થતા નવા કાયદા મુજબ હવે દરેક મોબાઈલ ટાવર સાથે જાડાયેલા નેટવર્કના પ્રતિદિન સેવા મેચ કરાશે. કોલ ડ્રોપના કેસમાં કંપનીને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દર મહિને બે ટકાથી ઓછો કોલ ડ્રોપ રેટ ટેકનિકલ ખામીના દાયરામાં આવશે જ્યારે વધુ કોલ ડ્રોપના બનાવ પર કંપનીને દંડ થશે.
કોલ ડ્રોપ પર વિવાદ બાદ તેના પર દંડ લાગવા કિસ્સામાં યોગ્ય સિસ્ટમ અમલમાં મુકાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં કંપનીઓ પર આર્થિક દંડ વુસલવાની જાગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ફક્ત ૮૭ લાખ રૂપિયાનો દંડ કંપનીઓને ફટકારવામાં આવ્યો છે.
નિષ્ણાતોના મત મુજબ એક તર્ક એવો અપાઈ રહ્યો છે કે શહેરોમાં સ્માર્ટફોન પર વધી રહેલા ડેટા ઉપયોગને લીધે પણ કોલ ડ્રોપની સ્થિતિ વધુ કથળી છે. ડેટા માટે કંપનીઓએ ટાવર પર એન્ટેના લગાવ્યા છે. સાથે જ ડેટાનો વ્યાપ વધુ ઝડપથી વધી રહ્યો છે. કંપનઈઓ માટે ડેટા વધુ નફો આપવાનું માધ્યમ બન્યું છે. આગામી પાંચ વર્ષમાં ૧૨૦ ટકા વ્યાપ વધે તેવી સંભાવના છે. જેથી કંપનીઓ વોઈસ સેવા કરતા વધુ ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ભાર આપી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



