સુરત, તા. ૨૭
સરથાણામાં આવેલી જલારામ મની ટ્રાન્સફર સર્વિસમાં લૂંટ કરવાના ઈરાદે સજ્જ થયેલી અોરિસ્સાવાસી ગેગને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી બે પિસ્તોલ, ૬ કારતૂસ, ૪ છરા અને ૯ છરા મળી કુલ રૂ. ૧.૯૨ લાખની મતા કબજે કરી હતી.
સરથાણા સ્થિત ડાયમંડ નગરના કથળિયા સ્ટ્રીટમાંથી ક્રાઈમ બ્રાંચે ગઈકાલે અોરિસ્સાવાસી લૂંટારું ગેગ અલીતકુમાર ઉર્ફે ચિન્ટુ તપન શાહુ (રહે. રિવરવ્યુ એપાર્ટમેન્ટ, રે.કે. રોડ, વરાછા), દેવ આશિષ ઉર્ફે દેવા વાસુદેવ બિશ્વાસ (રહે. ક્રિષ્ણા નગર, ગુ.હા. બોર્ડ, અમરોલી ગણેશપુરા), ટુલુ ઉર્ફે રાજેશ શશી પ્રધાન (રહે. કતારગામ જીઆઈડીસી ઝૂંપડપટ્ટી, સુરત) ગૌડા ઉર્ફે શંકર અધારી પ્રધાન (રહે. ઉત્કલ નગર ઝૂંપડપટ્ટી, કતારગામ) શંકર ઉર્ફે પપ્પુ અભિમન્યુ પરીડા (રહે. સાંઈકૃપા એપાર્ટમેન્ટ, છાપરાભાઠા શેડ, અમરોલી) તથા રાજેશ ઉર્ફે ચિયા મંગુલ રાઉત (રહે. અશોક નગર, ઝૂંપડપટ્ટી, વરાછાને ઝડપી પાડયા હતા. આ ઉપરાંત પોલીસે આ ગેગની ઝડતી દરમિયાન રૂ. ૨૦,૦૦૦ની બે પિસ્તોલ, રૂ. ૬૦૦ના ૬ નંગ કાતુરસ, રૂ. ૭૦૦ના ૪ છરા, રૂ. ૪૧,૬૦૦ના ૯ મોબાઇલ, તથા રૂ. ૧.૩૦ લાખની બે બાઈક મળી કુલ રૂ. ૧.૯૨ લાખની મતા કબજે કરી હતી અને કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. પકડાયેલી લૂંટારું ટોળકીના છ સાગરિતો કથળિયા સ્ટ્રીટમાં આવેલી જલારામ મની ટ્રાન્સફર સર્વિસની અોફિસમાં લૂંટ કરે તે પહેલાં જ ઝડપાઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલી લૂંટારૂ ગેગમાં અમિત શાહુ, રાજેશ રાઉત, બેકાર વજ્યારે શંકર ઉર્ફે પપ્પુ પરીડા પ્રાઈવેટ કંપનીમાં સુપરવાઈજર હોવાનું જાણવા મળ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





