સાસુ-સસરાની સ્થાવર સંપત્તિમાં પુત્રની વહુનો કોઈ અધિકાર નથી

0
172

ન્યુ દિલ્હી,તા.૧૫
દિલ્હી હાઇકોર્ટે એક મહત્વ પૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું છે કે સાસુ કે સસરાની પૈતૃક કે પોતે અર્જિત કરેલી સ્થાવર કે જંગમ સંપત્તિમાં પુત્રની વહુનો કોઈ અધિકાર નથી. એક જિલ્લાઅધિકારી દ્વારા વહુને સસરાનું ઘર ખાલી કરી દેવા આપેલા આદેશ વિરુદ્ઘ તે મહિલાએ કરેલી અપીલના ચુકાદામાં હાઇકોર્ટે ઉપરોકત ચુકાદો આપ્યો હતો.
આ પહેલાં આ જ વર્ષે જુલાઈ મહિનામાં સિંગલ ન્યાયર્મિૂતની બેન્ચે પણ આ કેસની સુનાવણી કરતાં જિલ્લાઅધિકારીના આદેશને કાયમ રાખ્યો હતો. સિંગલ બેન્ચના આદેશ વિરુદ્ઘ વહુ ડબલ બેન્ચ સમક્ષ ગઈ હતી. આ કેસની સુનાવણી કરતાં હાઇકોર્ટે હવે સાસુ-સસરાની તરફેણમાં જ ચુકાદો આપ્યો હતો.
જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને વી. કામેશ્વરરાવની બનેલી પીઠે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે સાસુ-સસરાનું હિત સંકળાયેલું હોય તેવી કોઈ પણ સ્થાવર કે જંગમ, મૂર્ત કે અમૂર્ત સંપત્તિ પર પુત્રની વહુનો કોઈ અધિકાર નથી. સાસુ-સસરા તે સંપત્તિ પર કઈ રીતે માલિકીહક ધરાવે છે તે બાબત પણ મહત્વ ની નથી.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખરેખ અને કલ્ણાણ માટે બનેલા નિયમોને ધ્યાને રાખતાં વરિષ્ઠ નાગરિકોને પોતાનાં ઘરમાં શાંતિથી રહેવાનો અધિકાર છે. હાઇકોર્ટે એમ પણ કહ્યું કે સાસુ-સસરા પોતાના પુત્ર કે પુત્રી કે પછી પોતાના કાનૂની વારસ જ નહીં પણ વહુ પાસેનું મકાન ખાલી કરાવવાનો અધિકાર ધરાવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY