ન્યુ દિલ્હી,તા.૧૪
આવતી કાલે કર્ણાટક વિધાનસભાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ચૂંટણી પરિણામો પર દેશભરની નજર છે. સટ્ટા બજારમાં પણ ભારે ઉથલપાથલ છે. સટોડિયાઓ ભારતીય જનતા પાર્ટીની જીત પર મોટો દાવ ખેલી રહ્યાં છે. જાકે સટ્ટાબજારનું માનવું છે કે, રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપે ત્રીજા પક્ષ (જેડીએસન)ની મદદ લેવી પડશે.
સટ્ટાબજારના બુકીઓના મતે ભાજપ ૯૬ થી ૯૮ બેઠકો પર જીત હાંસલ કરશે. જ્યારે કોંગ્રેસ ૮૫ થી ૮૭ બેઠકો જીતશે. સટ્ટા બજારની ભાષામાં તેમનો અર્થ થાય છે કે, માર્કેટમાં બિડ પ્રાઈઝ ૯૬ કે ૮૫ છે, જ્યારે લગાવવામાં આવનારી કિંમત ૯૮ કે ૮૭ છે.
એક પર એક ટ્રેડ પ્રમાણે, જા તમે ભાજપ પર ૧ લાખ રૂપિયાનો દાવ લગાડો છો અને પાર્ટી ૯૮ કે તેનાથી વધારે બેઠકો હાંસલ કરે છે, તો તમને બે લાખ રૂપિયા મળે. રાજસ્થાનના એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, માર્કેટમાં સૌથી વધારે પૈસા ભાજપ પર લગાવવામાં આવી રહ્યાં છે. પ્રચાર અભિયાન પુરૂં થતાં જ સટોડિયાઓમાં જોખમ લેવાની રૂચી વધી ગઈ છે.
સટોડિયાઓને વિશ્વાસ છે કે રાજ્યમાં ભાજપ સરકાર બનાવી લેશે. જા કે તેના માટે તેને કોઈ ત્રીજા પક્ષના ટેકાની જરૂર રહેશે. ભુતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની આગેવાની હેઠળની જેડીએસ ૩૨ થી ૩૫ બેઠકો સાથે રાજ્યમાં કિંગમેકરની ભૂમિકામાં રહી શકે છે.
જો તમે ૨૨૪ વિધાનસભા બેઠકો ધરાવતા કર્ણાટકમાં ૧૨૫ બેઠકો વાળા સેગમેંટ પર દાવ લગાવો, તો અનુંમાન સાચું પડતા ૫ લાખ રૂપિયા જીતી શકો છો. જાકે એક્ઝિટ પોલ પ્રમાણે આ રકમ ઘટીને ૩ લાખ રૂપિયા રહી ગઈ છે. સટ્ટા બજારમાં ભાજપ માટે ૧૦૦ કે ૧૧૦ બેઠકોની સરખામણીમાં દરેક રૂપિયા માટે ૧.૧ રૂપિયો કે ૨ રૂપિયાના બીજા રેટ પણ શામેલ છે.
સટ્ટા બજાર સાથે સંકળાયેલા અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ક્યારેક ક્યારેક ક્લાયંટ આવા પ્રસંગોની જાણકારી માટે પોતાના અંગત બેંકરોનો સંપર્ક કરે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"