મથુરા,તા.૧૪
ઉત્તર પ્રદેશના મથુરા લોકસભા ક્ષેત્રથી ભાજપના સાંસદ હેમા માલિનો રવિવારે રાત્રે આબાદ બચાવ થયો જ્યારે તેઓ આંધી-તોફનના કારણે એક ઝાડ તેમના કાફલાની આગળ પડ્યું. આ ઘટના એ સમયે થઇ જ્યારે હેમા માલિની એક ગામમાં એક જનસભાને સંબોધન કરી પરત ફરી રહ્યાં હતા.
ખરાબ મોસમને ધ્યાન રાખી સતર્ક થઇ ચલાવી રહેલા તેમના ડ્રાઇવરે ઝાડ સાથે અથડાતા પહેલા જ કારને જોરદાર બ્રેક લગાવી નિયંત્રિત કરી દીધી હતી. ત્યારબાદ સાંસદ હેમા માલિનીના સુરક્ષાકર્મીઓ તેમજ કાર્યકર્તાઓ એકસાથે ઝાડને રસ્તા પરથી દૂર કર્યું હતું. પક્ષના કાર્યકરો અનુસાર ભાજપ સાંસદ હેમા માલિની માંટ તહસીલના મિઠ્ઠોલી ગામમાં જનસભાને સંબોધન કરવાના હતા.
તેઓ ભાજપ સરકારની ચોથી વર્ષગાઠ અગાઉ ત્યાં ગ્રામજનોને મોદી સરકારના ‘સબકા સાથ, સબકા વિકાસ’નો સંદેશ આપવા પહોંચ્યા હતા. જા કે તેઓ જ્યારે જનસભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો.
મોસમનો મિજાજ બદલતો જોઇ સાંસદ હેમા માલિનીએ સભા છોડીને પરત જવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેઓ થોડા જ આગળ પહોંચ્યા હતા ત્યાં તેમના કાફિલા આગળ એક ઝાડ વાવાઝાડોના કારણે પડ્યું હતું. તેઓની કાર ઝાડ સાથે અથડાતા રહી ગઇ હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"