મુંબઈ,તા.૨૧
આગેવાન અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્રાહમે ડાયરેક્ટર મિલાપ ઝવેરીને એવી વિનંતી કરી હતી કે તમે સત્યમેવ જયતેની સિક્વલની તૈયારી કરવા માંડો.
ધરખમ અભિનેતા અક્ષય કુમારની ગોલ્ડ સાથે જ્હાનની સત્યમેવ જયતે તાજેતરના સ્વાતંત્ર્ય દિને રજૂ થઇ હતી અને બોક્સ આૅફિસ પર સારો બિઝનેસ કરી શકી હતી. સ્વાભાવિક રીતેજ તેથી જ્હાન આનંદમાં આવી ગયો હતો. આ ફિલ્મમાં હિંસા વધુ છે એમ કહીને સેન્સર બોર્ડે એને એ સર્ટિફિકેટ આપ્યું હતું. છતાં ફિલ્મ સારી ચાલી હતી. એથી ઉત્સાહિત થઇને જ્હાને મિલાપ ઝવેરીને કહ્યું હતું કે તમે સત્યમેવ જયતેની સિક્વલની તૈયારી શરૃ કરો. હું તમારી સાથે છું.
વચ્ચે થોડો સમય જ્હાનની કારકિર્દી નબળી પડી ગઇ હતી. પરંતુ તાજેતરમાં એણે એક પછી એક બે હિટ ફિલ્મો આપી હતી. એવી પહેલી ફિલ્મ હતી પરમાણુ જેમાં એણે ૧૯૯૮માં ભારતે અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળ રાજસ્થાનના રણ વિસ્તારમાં અણુ વિસ્ફોટ કર્યો હતો. આ ફિલ્મ હિટ નીવડયા બાદ આવેલી એની સત્યમેવ જયતે પણ હિટ નીવડી હતી.
લેટેસ્ટ માહિતી મુજબ જ્હાને મિલાપ ઝવેરી અને સત્યમેવ જયતેના નિર્માતા ટી સિરિઝના ભૂષણ કુમાર તથા નિખિલ અડવાણી સાથે સિક્વલને લગતા કેટલાક આઇડિયાઝની ચર્ચા કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



