ઝાંપાબજારથી હોડી બંગલા સુધીના ઝુલુસ અંગે પોલીસનો ચાંપતો બંદોબસ્ત
સુરત, તા.૨૧
મુસ્લિમ સમુદાયના ધર્મગુરૂ મહંમદ પયગમ્બર સાહેબના પૌત્ર ઈમામ હુસેન અને તેમના સાથીઅોની કરબલામાં થયેલી શહાદતની યાદમાં મોહરમ ઉજવાય છે. આજે બપોર બાદ ભાગળ ચાર રસ્તાથી રાજમાર્ગ ચોકબજાર થઈ હોડી બંગલા ખાતે તાજીયા જુલુસ પહોંચશે અને ઠંડુ પડશે. મુસ્લિમ સમાજના ઈબાદતનો અવસર ગણાતો મોહરમ નિમિત્તે બિરાદરો કલાત્મક તાજિયા બનાવતા હોય છે ગતરોજ ગુરૂવારની રાત્રે કલાત્મક તાજિયાઅો શણગારીને આસપાસના વિસ્તારોમાં ઝુલુસ કાઢવામાં આવે છે. આજે શુક્રવારે બપોરે ૨ વાગ્યાથી શહેરના વિવિધ વિસ્તારોની તાજીયા ઝાંપાબજાર સળિયાવાળા માર્કેટ તેમજ ભાગળ ચાર રસ્તા ખાતે ભેગા થયા તા. ભાગળ ચાર રસ્તા ખાતેથી શહેરનું મુખ્ય તાજિયા જુલુસનું સ્વાગત મેયર ડો. જગદીશ પટેલ, પોલીસ કમિશનર સતીષ શર્મા, સાંસદ, ધારાસભ્ય, પાલિકાના પદાધિકારીઅો શહેર ભાજપ અધ્યક્ષ ઉપરાંત સજ્જાદાનસીન અક્કલબારા જનાર કદીર પીરઝાદાની હાજરીમાં તાજીયાઅોનું સ્વાગત થાય છે. ત્યારબાદ ભાગળ ચાર રસ્તાથી કતારબંધ રીતે રાજમાર્ગ ઉપરથી તાજીયાઅોનું ભવ્ય જુલુસ નીકળ્યું રાજમાર્ગથી ચોકબજાર થઈને વેડરોડ હોડીબંગલા ખાતે તાપી નદીના પાણીથી અમી છાંટણા કરીને તાજીયાઅોને ઠંડા પાડવામાં આવે છ. તાજીયા જુલુસના દરમિયાન શહેર પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળ, રેપીડ એકશન ફોર્સ, એસઆરપી, બોર્ડïર વીંગ, બ્લેક કમાન્ડોની ફોર્સ તૈયાર રાખવામાં આવે છે. તાજીયા જુલુસના રૂટ ઉપર શહેર પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે પણ સતત વોચ રાખે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



