યુએન,તા.૨૬
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે યમનમાં સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા બે ગઠબંધનની સેનાના હવાઈ હુમલામાં ૨૬ બાળકોના મોત નીપજ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે ગત ત્રણ વર્ષોમાં યમનમાં નાગરિકોને નિશાન બનાવીને કરાઈ રહેલા હુમલાને વખોડતા તેની નવેસરથી સ્વતંત્ર તપાસ કરવાની તરફદારી કરી છે.
સંયુક્ત રાષ્ટ્રના સહાયતા પ્રમુખ માર્ક લોકાકનું કહેવું છે કે અલ-દુરાયહિમી જિલ્લામાં બળવાખોરોના કબજા હેઠળના શહેર હુદયદાહના દક્ષિણમાં બચીને ભાગવાની કોશિશ કરી રહેલા લોકો પરના હુમલામાં ચાર મહિલાઓ સહીત ઓછામાં ઓછા બાવીસ બાળકોના મોત નીપજ્યા છે.
માનવતાવાદી મામલાઓના ઉપમહાસચિવે એક નિવેદનમાં કહ્યું છેકે બે સપ્તાહમાં બીજી વખત સાઉદી અરેબિયાના નેતૃત્વવાળી ગઠબંધન સેનાના હવાઈ હુમલામાં વીસથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકોકે યુએનને નવેસરથી તટસ્થ, સ્વતંત્ર અને તાત્કાલિક તપાસ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે યુદ્ધના પક્ષકારો પર પ્રભાવ રાખનારા લોકોએ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જાઈએ.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




