ગોપાલક મંડળીની દુકાનનો પરવાનો જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ૯૦ દિવસ માટે સસ્‍પેન્‍ડ

0
97

ભરૂચ,
મામલતદાર જંબુસર ધ્‍વારા જંબુસર તાલુકાના દહેગામ ગામ ખાતે આવેલ ગોપાલક મંડળીની દુકાનની રેશનકાર્ડ ધારકોની વ્‍યાપક ફરિયાદોને ધ્‍યાને લઇ તપાસણી કરતાં અનિયમિતતા જણાતા ગોપાલક મંડળીની દુકાનનો પરવાનો જિલ્લા પુરવઠા અધિકારી ધ્‍વારા ૯૦ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે તેમજ મુજબ મામલતદાર ભરૂચના ચાર્જમાં
આવેલ પ્રોબેશનર(આઇ.એ.એસ.) અધિકારી ધ્‍વારા ભરૂચ શહેરના વેજલપુર વિસ્‍તારમાં આવેલ નિલેશ આર. મહેતાની દુકાનની કરાયેલ રેગ્‍યુલર તપાસણી કરતાં અનિયમિતતા જણાતાં ભરૂચ શહેરના વેજલપુર વિસ્‍તારમાં આવેલ નિલેશ આર. મહેતાની દુકાનનો પરવાનો પણ ૯૦ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.આ દુકાનની ૧૦૦% તપાસણી
કરવાનો હુકમ પણ કરવામાં આવેલ છે. જે તપાસણી થયા બાદ આખરી હુકમ કરાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY