ડબલિન,તા.૨૬
આયરલેન્ડ ચર્ચમાં બાળકોના જાતિય શોષણ મામલો સામે આવતા પોપ ફ્રાંસિસે શનિવારે ભારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, આવી ઘટના આપણા સૌ માટે શરમજનક છે, અને ફરીથી આવું ન બને તે માટે બધા જ પગલા લેવા હું કટિબદ્ધ છું. ચાર દાયકા બાદ પોપે આયરલેન્ડની મુલાકાત લેતા, તેના એક કાર્યક્રમમાં તેમણે લોકાને સંબોધ્યા હતા.
૧૯૭૯માં જ્યારે પોપ ડોન પોલ ૈંં એ આયરલેન્ડના પ્રવાસે આવ્યા ત્યારે દેશમાં મોટી સંખ્યામાં લોકો તેમને આવકાર્યા હતા. તે સમયે આયરલેન્ડમાં છૂટાછેડા અને ગર્ભનિરોધક દવાઓ પર પ્રતિબંધ હતો. તેની સામે પોપ ફ્રાંસિસના સ્વાગતમાં લોકોએ ખાસ રૂચિ દાખવી નહોતી. વર્ષોથી ચાલી રહેલા બાળ યૌન શોષણને લીધે લોકોમાં ચર્ચની નૈતિક સંસ્થા તરીકેને છબી ખરડાઇ છે. વિતેલા ૩ વર્ષોંમાં આયરલેન્ડમાં ધાર્મિક માન્યતાઓને તોડતા કાયદાઓને, તેમજ ગર્ભપાત અને સમલૈગિંક લગ્નોને જનમતથી કાયદાકીય માન્યતા મળી છે.
આયરલેન્ડના વડાપ્રધાન લિયો વરાડકર સમલૈગિંક અધિકારોના પ્રખર પક્ષકાર રહ્યા છે. આયરલેન્ડના પહેલા ગે લીડર તરીકે વરાડકરે પોપને જણાવ્યું કે ચર્ચમાં બાળકોના યૌન શોષણની ઘટનાથી આયરલેન્ડમાં દુઃખનો માહોલ છે. પીડિતોને ન્યાય અને માનસિક શાંતિ માટે હજુ ઘણું કરવાનું બાકી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




