સ્વામિનારાયણ મંદિરની વાડીમાં મળેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

0
95

ગોંડલ,તા.૩૧
ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે સુરેશ્વર ચોકડી પાસે સ્વામિનારાયણ મંદિરની વાડીમાં એક માસ પહેલા અજાણી મહિલાની થયેલ હત્યાનો ભેદ ઉકેલવામાં તાલુકા પોલીસને સફળતા મળી છે. દેહવ્યાપારના ધંધામાં સાથે રહેલી મહિલાની હત્યા કરી નાસી છૂટેલી મહિલાની જેતપુર પાસેથી ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૮-૭-૨૦૧૮ના રોજ સ્વામિનારાયણ મંદિરની વાડી ખાતે અજાણી મહિલાની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાને પગલે તાલુકા પોલીસના પીએસઆઇ જે.બી. મીઠાપરા સહિતના પોલીસ કાફલાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, સાથે આર.આર.સેલ. અને એલસીબી ટીમ પણ જાડાઇ હતી. સ્વામિનારાયણ મંદિરની વાડીની બાજુમાં હત્યાની ઘટના બાદ આજુબાજુની ઝૂપડપટ્ટીમાં રહેતા શ્રમિકો તુરંત દૂર થયા હોય શંકાના દાયરામાં આવવા પામ્યા હતા. ખાસ કરીને રેખાબેન ઉર્ફે દેવું વિજયનાથ મંગરોલીયા નામની મહિલા રખડતું ભટકતું જીવન જીવવા લાગેલી હોય પોલીસ દ્વારા તેના પર વોચ ગોઠવવામાં આવી હતી. જે જેતપુરના ધારેશ્વર પાણીના ટાંકા સામેની ઝુપડપટીમાંથી મળી આવતા તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને ગુનો કબૂલ કરી લીધો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY