અમેરિકા એચ૧-બી વિઝા પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહિ કરે

0
12

વાશિંગ્ટન,તા.૩૧
ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, એચ૧-બી વિઝા પ્રક્રિયામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ વાત એવા સમયે સામે આવી જ્યારે આગામી અઠવાડિયે ભારત અને અમેરિકાની વચ્ચે ટૂ પ્લસ ટૂ વાતચીત થવાની છે. એક અંદાજ મુજબ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અમેરિકાની સાથે સમિટમાં આ મુદ્દે ચર્ચા કરશે.
સુષ્મા સ્વરાજે ગત સપ્તાહે રાજ્યસભામાં કહ્યું હતું, અમે અનેક મંચ પર ઔપચારિક રીતે એચ૧-બી વિઝાનો મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. વ્હાઇટ હાઉસ, અમેરિકાના ફોરેન ડિપાર્ટમેન્ટ અને ત્યાંના સાંસદો સાથે પણ અમારી વાત ચાલી રહી છે. ૬ સપ્ટેમ્બરના રોજ અમેરિકા સાથેની સમિટમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.
બીજી તરફ, એક ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક ઓફિસરોએ કહ્યું કે, ટૂ પ્લસ ટૂ ડાયલોગમાં ભારત દ્વારા એચ૧-બી મુદ્દો ઉઠાવવાની વાતને લઇ અમેરિકાએ પણ તૈયારીઓ કરી છે. જા કે, ઓફિસરોએ વિઝા નીતિને લઇને કોઇ ખુલાસો નથી કર્યો.
ઓફિસરોએ જણાવ્યું કે, એચ૧-બી વિઝાને લઇને આપેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક્ઝિક્્યૂટિવ ઓર્ડરનો બોર્ડર રિવ્યુ કરાવવામાં આવે છે.
હજુ સુધી એ નક્કી નથી કરવામાં આવ્યું કે, આના હેઠળ કોઇ પણ કર્મચારી અથવા પગાર ધોરણને લઇને નુકસાન ના હોય. પરંતુ એટલું નક્કી છે કે, અમેરિકાની સરકાર વિઝા પ્રક્રિયામાં કોઇ ફેરફાર નહીં કરે. એચ૧-બી વિઝા પહેલા ત્રણ વર્ષ માટે આપવામાં આવતા હતા. તેની અવધિને લંબાવવાનો વિકલ્પ રહે છે. તેને વધુમાં વધુ છ વર્ષ માટે કરી શકાય છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY