સુરત : અખંડ આનંદ વિદ્યાભવન મા.ઉ.મા, શાળાના આચાર્યશ્રી ડો,અમૃતલાલ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ શાળામાં તા 01/09/2018 થી તા 15/09/2018 દરમ્યાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત સ્વચ્છતા પ્રતિજ્ઞા,સ્વચ્છતા અંગે જાગૃતિ,ગ્રીન શાળા ઝુંબેશ,સ્વચ્છતા આધારિત ક્વિઝ સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,ડ્રોઇંગ સ્પર્ધા,સ્લોગન સ્પર્ધા,વૃક્ષારોપણ,સમૂહપ્રાર્થના,શાળા સફાઈ અને સુશોભન, રેલી,હેન્ડ વોશ ટેક્નિક ..વગેરે પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



