સાવલી કોંગ્રેસમાં ભડકોઃ ખુમાનસિંહ મુદ્દે ૨૦૦થી વધુ કાર્યકરોએ રાજીનામા આપ્યા

0
9

સાવલી,તા.૨૪
વડોદરાનાં સાવલીનાં માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ કાંગ્રેસમાં જાડાતા હવે સાવલી કાંગ્રેસમાં જ ભડકો થયો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સાવલી બેઠક પરથી એનસીપીમાં ઉમેદવારી કરી કાંગ્રેસનાં ઉમેદવારને હરાવવાનાં લીધે સાવલી કાંગ્રેસી કાર્યકર્તાઓ ખુમાનસિંહ ચૌહાણથી નારાજ છે અને હવે ખુમાનસિંહ ચૌહાણ ફરી કાંગ્રેસમાં ઘરવાપસી કરતા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ખુમાનસિંહને પ્રદેશ પ્રમુખ દ્વારા કાંગ્રેસમાં પરત લેતા સાવલી કાંગ્રેસમાં ભાર નારાજગી ફેલાઈ છે. ગુજરાત પ્રદેશ કાંગ્રેસ સમિતિનાં મંત્રી સાગર કોકો અને સાવલી તાલુકા કાંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વાઘેલા સહિત ૨૦૦થી વધુ કાર્યકરોએ વિવિધ હોદ્દા પરથી રાજીનામું ધર્યું છે. તો હજુ પણ વધારે રાજીનામા પડે તેવી સંભાવના છે. કાંગ્રેસ પ્રેરિત સરપંચો પણ કાંગ્રેસમાંથી રાજીનામુ આપે તેવો માહોલ જાવા મળી રહ્યો છે.
તો ૨૦૦થી વધારે કાર્યકરોનાં રાજીનામાથી ચોંકીને પ્રદેશ કાંગ્રેસ સમિતિ દ્વારા તમામને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. સાવલી કાંગ્રેસમાં ખુમાનસિંહ ચૌહાણનાં આવવાથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. તો કાંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY