રાજકોટ,તા.૧૭
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઇ છે. સવારથી જ અસહ્ય તકડા સાથે બફારાનું પ્રમાણ જાવા મળતું હતું. બપોર પછી સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો. રાજકોટના અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે.
રાજકોટ ઉપરાંત જિલ્લામાં જસદણ અને આટકોટ પંથકમાં ધોધમાર ઝાપટું વરસી ગયું હતું. તેમજ ભાવનગર હાઇવે પર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રાજકોટના એરપોર્ટ વિસ્તાર, રેસકોર્સ વિસ્તાર, ૧૫૦ ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદની રાહ જાઇ રહેલા ખેડૂતોમાં પણ વરસાદ આવતા ખુશીની લાગણી જાવા મળી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



