વડોદની જમીનમાં મૃતકનું બોગસ વીલ બનાવી નામ દાખલ કરવાનો પ્રયાસ

0
17

રૂસ્તમ કેરશી, એડવોકેટ-નોટરી હરીશ પટેલને પણ આરોપી બનાવાયા
સુરત, તા.૧૨
વડોદ ગામ અને બમરોલી વિસ્તારોની કરોડો રૂપિયાની અતિ કિંમતી જમીન પ્રકરણમાં બોગસ વીલ બનાવનારા ચાર જણા વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણ એડવોકેટ એન્ડ નોટરી હરિશ આર. પટેલને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જહાંગીરપુરા વૈષ્ણોદેવીમાં રહેતા ગુલ કુરેશી કિલ્લાવાળાએ આરોપી રૂસ્તમ કેરશી કિલ્લાવાળા (રહે. પાંડેસરા) પ્રફુલ્લ ભગવાન પરમાર (ભટાર), હરિશ આર. પટેલ (એડવોકેટ-નોટરી) સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીના મર્હૂમ માતૃશ્રી પીલુબેન કેરશીભાઈના નામથી બોગસ વીલ બનાવી વડોદ ગામ અને બમરોલી વિસ્તારની મિલકતમાં આરોપી રૂસ્તમપુરા કેરશીએ ખરા તરીકે ઉપયોગ કરી નામ દાખલ કરાવવાની કોશિષ કરી જમીન-મિલકત પચાવી પાડી ગુનો કર્યો હતો. પાંડેસરા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY