એસબીઆઈને ૨૦૧૮માં ચોથા ત્રિમાસિક ગાળામાં ૭૭૧૮ કરોડની ખોટ

0
6

ચોથા ક્વાર્ટરમાં એસબીઆઇની બેડલોન રૂ.૨.૨ લાખ કરોડ થઇ,શેર ૬ ટકા ઊછળ્યો
મુંબઈ,તા.૨૨
નાણાકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું પરિણામ અનુમાન કરતા ખરાબ આવ્યું છે. માર્ચ ૨૦૧૮માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં એસબીઆઇને રૂ.૭૭૧૮ કરોડની ખોટ થઇ છે, જ્યારે અગાઉના નાણાકીય વર્ષ ૨૦૧૭ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઇને રૂ.૨૮૧૪ કરોડનો નફો થયો હતો. જાન્યુઆરી-માર્ચ ૨૦૧૮ દરમિયાન પ્રોવિજનિંગ વધવાથી પરિણામ ખરાબ આવ્યું છે. વળી, આ ગાળા દરમિયાન બેન્કની બેડ લોન પણ વધી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ના ત્રીજા ક્વાર્ટરમાં પણ બેન્કને રૂ.૨૪૧૬ કરોડની ખોટ થઇ હતી.
બીએસઇમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર પ્રારંભિક નબળાઇ પછી વધ્યો છે. એસબીઆઇનો શેર ૬ ટકા ઊછળીને રૂ.૨૫૯.૯૦ સુધી ગયો હતો. અંતે શેર ૩.૭ ટકા વધીને રૂ.૨૫૪ પર બંધ રહ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઇની પ્રોવિજનિંગ રૂ.૧૧,૭૪૦ કરોડથી વધીને રૂ.૨૮,૦૯૬ કરોડ થઇ છે.
ચોથા ક્વાર્ટરમાં બેન્કની ગ્રોસ એનપીએ વધીને ૧૦.૯૧ ટકા થઇ ગઇ છે, જે એક ત્રિમાસિક પહેલા ૧૦.૩૫ ટકા હતી. જ્યારે એક વર્ષ પહેલા ચોથા ક્વાર્ટરમાં તેની ગ્રોસ એનપીએ ૯.૧ ટકા હતી.
ચોથા ક્વાર્ટરમાં બેન્કની નેટ એનપીએ વધીને ૫.૭૩ ટકા થઇ છે, જ્યારે એક ત્રિમાસિક પહેલા તે ૫.૬૧ ટકા હતી. એક વર્ષ પહેલા ચોથા ક્વાર્ટરમાં નેટ એનપીએ ૫.૧૯ ટકા હતી.
ચોથા ક્વાર્ટરમાં એસબીઆઇની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૦.૫ ટકા વદીને રૂ.૧૯,૯૭૪ કરોડ થઇ છે. જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂ.૧૮,૦૭૧ કરોડ હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY