એસસી-એસટી એક્ટ : બાળક પાસેથી ચોકલેટ તુરત ન છીનવી શકાય : સુમિત્રા મહાજન

0
104

ન્યુ દિલ્હી,તા.૭
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિરોધક અધિનિયમમાં સંશોધનો પર લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને મહત્વની પ્રતિક્રિયા આપી છે. બિનઅનામત સમુદાયોના આક્રોશ વચ્ચે સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું છે કે આવા કાયદામાં પરિવર્તનોને લઈને રાજનીતિ કરી શકાય નહીં અને તમામ રાજકીય પક્ષોએ આ વિષયમાં મળીને વિચાર-વિમર્શ કરવો જાઈએ.
લોકસભાના સ્પીકરે આ કાયદામાં સંશોધનોનો ઉલ્લેખ કરીને અહીં ભાજપના વ્યાપારી પ્રકોષ્ઠના કાર્યક્રમમાં કહ્યું છે કે તમામ રાજકીય પક્ષોએ આ વિષયમાં મળીને વિચારવિમર્શ કરવો જાઈએ. આ મુદ્દા પર રાજનીતિ કરી શકાય નહીં. કારણ કે કાયદાના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માટે સંસદમાં તમામ રાજકીય પક્ષોએ મતદાન કર્યું હતું.
તેમણે કહ્યું છે કે કાયદાને સંસદે બનાવ્યો છે. પરંતુ તમામ સાંસદોએ સાથે મળીને આ મામલામાં વિચારવું જાઈએ. આ વિચારવિમર્શન માટે યોગ્ય વાતાવરણ બનાવવું સમાજના તમામ લોકોની જવાબદારી છે. લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું છે કે તેઓ નાનકડી મનોવૈજ્ઞાનિક વાર્તાના માધ્યમથી પોતાની વાત સમજાવવા માંગશે.
તેમણે કહ્યું હતું કે માની લો કે જા તમે તમારા દીકરાના હાથમાં મોટી ચોકલેટ આપી દીધી છે અને તેમને બાદમાં લાગે છે કે એકવારમાં આટલી મોટી ચોકલેટ ખાવી તેના માટે સારું નથી. તો તમે તમારા બાળકના હાથમાંથી તે ચોકલેટ બળબજરીથી લેવા ચાહો છો. તો તેને તમે લઈ શકો નહીં. આમ કરવાથી તે ગુસ્સો કરશે અને તે રડશે.
પરંતુ બે-ત્રણ સમજદાર લોકો બાળકને સમજાવીને તેની પાસેથી ચોકલેટ લઈ શકે છે. લોકસભાના સ્પીકરે કહ્યું છે કે કોઈ વ્યક્તિને આપવામાં આવેલી વસ્તુ કોઈ તાત્કાલિક છીવવા માગે છે. તો વિસ્ફોટ થઈ શકે છે. તેમણે સંબંધિત કાયદાકીય પરિવર્તનોને લઈને વિચારવિમર્શની જરૂરત હોવાનું જણાવીને કહ્યું છે કે આ સામાજિક સ્થિતિ યોગ્ય નથી કે પહેલા એક વર્ગ સાથે અન્યાય કરવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY