સિનિયર કલાર્ક સહિતની ૬૦ ટકા જગ્યા ખાલી
અમદાવાદ,તા.૧૭
અ.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન આપવાને બદલે કરોડો રૂપિયાના ખર્ચે સ્કૂલબોર્ડની નવી ઓફિસનું બિલ્ડિંગ બનાવવા જેવી રાજાશાહીના જમાના જેવા ઠાઠમાઠને બાળકોના વિકાસના ભોગે માણવા અધીરા બન્યા છે.
જાકે સ્કૂલબોર્ડના શાસકોની બલિહારીથી વહીવટી સ્ટાફમાં પણ ભારોભાર શૂન્યાવકાશ સર્જાયો છે. સિનિયર કલાર્ક સહિતની વહીવટી સ્ટાફ શિડ્યૂલની કુલ ૭૭પ જગ્યા પૈકી ૬૦ ટકા જગ્યા ખાલી પડી છે. ‘સ્માર્ટ લ‹નગ’ના ઢોલનગારા પીટનારા સ્કૂલબોર્ડના શાસકો સામે અવારનવાર એક અથવા બીજા પ્રકારની ગેરરીતિના આક્ષેપ ઊઠતા રહ્યા છે.
છેલ્લા ચાર વર્ષમાં ૪૬,૩૧૯ બાળકોએ શાળા છોડી હોય તો તેનું કારણ સતત કથળતું જતું શૈક્ષણિક સ્તર પણ છે. જાકે તંત્ર દ્વારા તો વાલીઓની આર્થિક સમૃદ્ધિ વધતા શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવાનો દાવો કરાય છે.
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના કોંગ્રેસના સભ્ય ઇલિયાસ કુરેસી કહે છે સ્કૂલ બોર્ડમાં સિનિયર કલાર્ક, જુનિયર કલાર્ક, પટાવાળા તો ઠીક, પરંતુ પૂરતી સંખ્યામાં તેડાગર, વોચમેન અને પાણી પાનાર નથી. સ્ટાફની અછત હોવાના કારણે શિક્ષકોને અવારનવાર વહીવટી કામગીરી કરવાની ફરજ પડાય છે.
આ તમામ ખાલી જગ્યા ભરાશે તો આચાર્ય, શિક્ષકો પરનું કામનું ભારણ ઘટશે, જાકે તંત્ર અને શાસકો ઇરાદાપૂર્વક તેમ કરતા ન હોઇ માસૂમ બાળકોની શૈક્ષણિક કારકિર્દી સામે ગંભીર ચેડા થઇ રહ્યા હોવાનો આક્ષેપ પણ સ્કૂલબોર્ડના કોંગ્રેસના સભ્યએ કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



