જીએસટી ચોરી કરતાં ટ્રકને હવે ‘ટ્રેકિંગ ડિવાઈસ’ પકડી પાડશે

0
7

ન્યુ દિલ્હી,તા.૧૭
કેન્દ્ર સરકારે સડક પરિવહનમાં જીએસટી ચોરી પર રોક લગાવવા માટે તમામ વ્યવસાયિક વાહનોમાં વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ લગાવવાનું ફરજિયાત બનાવી દીધું છે. આ ડિવાઈસની મદદથી સરકાર ટ્રકો ઉપર નજર રાખી શકશે અને જીએસટીમાં થનારા લીકેજને અટકાવવામાં મદદ મળશે. આ સાથે જ સરકારે સડક પરિવહન ક્ષેત્રને ગતિ આપવા માટે મોટર વાહન અધિનિયમમાં અનેક ફેરફારો કર્યા છે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં મોટર વાહન અધિનિયમમાં અડધો ડઝન ફેરફાર કર્યા છે. તેમાં મુખ્ય રીતે તમામ ટ્રકોમાં વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસને અનિવાર્ય કરી દીધી છે. આ હેઠળ ટ્રાફિક વિભાગના અધિકારી નવેમ્બર માસમાં ડિવાઈસ વગર સડક પર દોડતાં વાહનોનું ચલણ કાપી શકશે.
ટ્રેકિંગ ડિવાઈસથી સરકાર વાહનમાલિક દ્વારા અપાયેલો જીએસટી જાણી શકશે કે તેમાં ગરબડ તો નથી કરવામાં આવી ને એટલે કે ઓછા રાજ્યોને ટેક્સ ભરીને વધુ રાજ્યોનો ચક્કર તો લગાવવામાં નથી આવી રહ્યા ને તે જાણી શકશે. આ ઉપરાંત નવા નિયમમાં નવેમ્બર માસથી ખુલ્લા ટ્રકમાં માલ વહન પર પ્રતિબંધ લગાવી દેવામાં વ્યો છે. આવા વાહનોનું હવેથી ચલણ કપાશે. વાહન બનાવતી કંપનીઓએ બંધ બોડીવાળા ટ્રક જ બનાવવાના રહેશે.
પરિવહન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મોટર વાહન અધિનિયમમાં ફેરફાર કરતાં આઠ વર્ષ જૂના ટ્રકને દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવાથી છૂટ આપવામાં આવામાં આવી છે. આવામાં વાહનોને હવે બે વર્ષમાં એક વખત ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. નવા ટ્રકના રજિસ્ટ્રેશનમાં પણ ફિટનેસ ટેસ્ટ કરાવવા પર છૂટ આપવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY