નખત્રાણા તાલુકા નો ચોરીનો ભેદ ઉકેલતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી.પોલીસ

0
177

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ભુજના માર્ગદર્શન તથા એલસીબી. ભુજના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ ની સુચનાથી એલ.સી,બી.પશ્ચિમ કરછ-ભુજના સ્ટાફના પોલીસ કર્મચારીઓ ભુજ શહેર, ભુજ તાલુકા તથા નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે હેડ ફોન્સટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા ને બાતપી મળેલ કે, એક આઇસર ટેમ્પોમાં બે ઇસમો જેઓ ગેર કાયદેશર રીતે આધાર પુરાવા કે બીલ વગરના જી.ઇ.બી.ના એલ્યુમીનીયમના વાયર ચોરી કે છ્ળકપટથી મેળવી અને તેઓના કબજા ભોગવટના ટેમ્પામાં ભરી અને હાલે તેનો કોઇપણ રીતે નિકાલ કરવા માટે જવાની પેરવીમાં હોઇ અને નાની ખોભંડી ગામના બસ સ્ટેશન પાસે ઉભેલ છે જે બાતમી અન્વયે (૧) હીરાલાલ ઉદેરામ ગુજજર (ભરવાડ), રહે. મુળ ગામ-તીલોલી (કીકાબા ખેડા), તાલુકો આસીન્દ, પોલીસ સ્ટેશન, આસીન્દ. જી.ભીલવાડા (રાજસ્થાન), હાલ રહે.શાહવાડી, ગોકુલનગર, નરેશભાઇ ભરવાડના મકાનમાં, અમદાવાદ (ર) ખુમાનસિંહ માધુભાઇ પટેલ, રહે. ગામ-પતાંગડી, નિશાળ ફળીયુ, તાલુકો લીમખેડા, પોલીસ સ્ટેશન.રણધીકપુર, જીલ્લો દાહોદ પોતાના કબ્જાના ટેમ્પામાં રહેલ એલ્યુમીનીયમના નવા તથા જુના વાયરના વિટલા જોતા જેમાં એલ્થુમીનીયમના નવા વાયરના વિટલા નંગ.૩૩ તથા એક્યુમીનીયમના જુના વાયરના વિટલા નંગ.૭૪ હોય જે તમામ નું આશરે વજન ૧૩૦૦ કિલો ગ્રામ જેટલો હોઇ જેની અંદાજીત કિમત રૂ.પર,૦૦૦/ગણી અને ટેમ્પો માલની હેરાફેરી માટે વાપરતા હોય જે ટેમ્પો નંબર.જી જે-૦૧એફ ટી-૪૯૧૧ જેની કિંમત.રૂ.૧૦,૦૦,૦૦૦/ગણી શક પડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ-૧૦૨ તળે તપાસ અર્થે કબ્જે કરી બન્ને ઇસમોને સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી,મુજબ અટક કરી અને આ કબ્જે કરેલ મુદ્દામાલ બાબતે મજકુર બન્ને ઇસમોને પુછપરછ કરતા તથા આ અંગે ખરાઈ કરતા નખત્રાણા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટેશન નં.૩૯/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુના કામે હોઈ વધુ તપાસ નખત્રાણા પોલીસ સ્ટેશન તરફ આરોપી અને મુદ્દામાલ આપેલ છ

 

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092                                      ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY