સ્કૂલ કોલેજ માં એડમિશન સમયે પણ નર્મદા ની નિર્ભયા ટિમની રોમિયો સામે લાલ આંખ 

0
127

કેવડિયા કોલોની તરફ નિર્ભયા ટિમ દ્વારા સ્કૂલ કોલેજ પર વેકેશન માં લટાર મારતા રોમિયો પર કાર્યવાહી

રાજપીપળા: હાલ સ્કૂલ કોલેજ માં વેકેશન ચાલે છે પરંતુ નવા સત્ર માટે એડમિશન પ્રક્રિયા માટે આવતા જતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ની સંખ્યા વધતા ત્યાં રોમિયો કોઈ હરકત ન કરે એ માટે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના માર્ગદર્શન હેઠળ નિર્ભયા ની ટુકડી ખાસ તકેદારી રાખી રહી છે ત્યારે આજે કેવડિયા તરફની સ્કૂલો પર રખડતા રોમિયોને સબક સીખવાડવા  નિર્ભયા ટિમ ના લીડર પી એસ આઈ કે કે પાઠક એમની ટિમ સાથે તૈનાત રહી રોમિયો સામે લાલ આંખ કરતા ભારે ફફડાટ જોવા મળ્યો હતો .હવે સ્કૂલો શરૂ થશે ત્યારે આ ટિમ અગાઉની જેમ ફરી ખાસ રોમિયો પકડ જુમ્બેશ પર વિશેસ ધ્યાન આપશે ત્યારે રખડતા લુખ્ખા તત્વો ની હવે ખેર નથી એમ લાગી રહ્યું છે.

 

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY