નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વાગડીયા બ્રીજ પરથી કર્મચારી નીચે પટકાતા મોત

0
524

રાજપીપલા:
નર્મદા જિલ્લા ના કેવડિયા ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નું ડ્રિમ પ્રોજેકટ સરદાર વલ્લભભાઈ પટેલ નું 182 મીટર ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહી છે અને જે 31 ઓક્ટોમ્બર 2018 ના રોજ પ્રોજેકટ પૂર્ણ કરવાનું હોઈ ત્યારે આ સ્ટેચ્યુ નું કામ દિવસ રાત ચાલી રહ્યું છે અને જેમાં મોટી સંખ્યા માં કામદારો કામ કરે છે ત્યારે આજે આ સ્ટેચ્યુની બાજુ માં બની રહેલ બ્રીઝ પર એક એવી ઘટના ઘટી કે ઝારખંડ ના મહેંદી રસુલખાન સિદ્ધિક ખાન બલ  જે સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તેને કામકરતી વખતે  અચાનક 40 મીટર ઉંચાઈ થી નીચે પટકાતા મોત થયું।  અને જેને રાજપીપલા અને વડોદરા એસ.એસ.જી માં લઇ જવાયો. પણ આ બાબતે કામદારો દ્વારા આ મૃતક રસુલખાન ના મૃતદેહ ને કોલોની ખાતે લાવવામાં આવે એવી માગ કરી હતી પરંતુ એલ & ટી દ્વારા આ કામદારના મૃતદેહ ને વડોદરા ખાતે થી ઝારખંડ મોકલવા ની તૈયારીઓ કરતા બપોર સુધી મૃતદેહ બાબતે પોલીસ અને કર્મચારીઓ સાથે માથાકૂટ  ચાલી હતી. જિલ્લા પોલીસ વડા રાજેશ પરમાર, એલસી.બી., એસ.ઓ.જી.અને તમામ પોલીસ કેવડિયા પહોંચી અને એલ.એન્ટી ના અધિકારીઓ સાથે પરામર્શ કરી જરૂરી વળતર ની વાત કરી મામલો થાળે પાડ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY