સેબી હવે આર્થિક અપરાધીઓના ફોન ટેપ કરવા માટેની તૈયારીમાં

0
21

મુંબઈ,તા.૧૩
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) હવે ગંભીર આર્થિક અપરાધીઓ વિરુદ્ધ ગાળિયો મજબૂત કરવા જઇ રહી છે. સેબી આ પ્રકારના ગંભીર આર્થિક અપરાધીઓના ફોન-કોલ અને ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ટેપ કરવાની સત્તા સરકાર પાસેથી માગવા માટે સક્રિય વિચારણા કરી રહેલ છે.
માર્કેટ રેગ્યુલેટર સેબી આર્થિક અપરાધ બાબતમાં પુરાવા એકત્ર કરવાની પોતાની વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આ પગલું ઉઠાવવા જઇ રહી છે. ફેર માર્કેટ પ્રેક્ટિસ અંગે રચવામાં આવેલી હાઇ લેવલ કમિટીની ભલામણો પર આગળ પગલાં ભરીને સંબંધિત નિયમો અને કાયદામાં બદલાવ દ્વારા આવી સત્તા અને અધિકાર માગવા સેબીએ પોતાના બોર્ડમાં વિચારણા અર્થે એક પ્રપોઝલ તૈયાર કરી છે.
પૂર્વ કાયદા સચિવ અને લોકસભાના પૂર્વ મહામંત્રી ટી.કે. વિશ્વનાથનના વડપણ હેઠળ રચાયેલી સમિતિએ ગયા મહિને આપેલા સૂચનોમાં જણાવ્યું હતું કે સેબીએ કેટલીક અન્ય એજન્સીઓની જેમ યોગ્ય વ્યવસ્થા સાથે ફોન-કોલ અને ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ટેપિંગની સીધી સત્તા સરકાર પાસે માગવી જોઇએ.
સેબીએ આ સમિતિની ભલામણો પર સૂચનો માગવા માટે તેને જાહેર મંચ પર મૂક્યા બાદ સરકાર પાસેથી સત્તા માગવા માટે આગામી સપ્તાહે બોર્ડ મિટિંગ માટે કેટલીક ભલામણોની યાદી બનાવી છે. સેબી પ્રાઇવસીના અધિકારના સન્માન માટે જરૂરી પ્રોટોકોલનું પાલન કરીને આ સત્તાનો ઉપયોગ કરવા માગે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY