ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે આફ્રિકાએ જીત મેળવી,સિરિઝમાં ૨-૧થી આગળ
સેન્ચુરિયન,તા.૨૭
પાકિસ્તાનના ઇમામ ઉલ હકની સદી છતાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ત્રીજી વનડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને શુક્રવાર (૨૫ જાન્યુઆરી)એ ઇમામના ૧૦૧ રનની મદદથી ૬ વિકેટે ૩૧૭ રન ફટકાર્યા હતા. પરંતુ મેચમાં વરસાદનું વિÎન નડ્યું હતું. જ્યારે વરસાદ આવ્યો ત્યારે આફ્રિકાએ બે વિકેટ પર ૧૮૭ રન બનાવી લીધા હતા. ત્યારબાદ મેચ શરૂ ન થઈ શકી અને યજમાન ટીમે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ૧૩ રનથી જીત મેળવી હતી.
દક્ષિણ આફ્રિકાએ આ જીતની સાથે પાંચ મેચોની સિરીઝમાં ૨-૧થી લીડ મેળવી લીધી છે. તેણે શ્રેણીની બીજી અને ત્રીજી મેચ જીતી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાને ૫ વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રેણીની ચોથી વનડે રવિવારે રમાશે. બંન્ને ટીમ વનડે સિરીઝ બાદ ટી૨૦ શ્રેણી રમશે.
સેન્ચુરિયનમાં રમાયેલી મેચમાં ઇમામ ઉલ હકે ૧૯મી વનડે મેચમાં પાંચમી સદી ફટકારીને ટિક્કાકારોને આકરો જવાબ આપ્યો હતો. તેણે ઈનિંગની શરૂઆત કરતા ૧૧૬ બોલમાં આઠ બાઉન્ડ્રી ફટકારી હતી. બાબર આઝમ (૬૯) અને મોહમ્મદ હફીઝ (૫૨)એ પણ અડધી સદી ફટકારી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે ૧૦૮ રન જાડ્યા હતા. આફ્રિકા તરફથી ડેલ સ્ટેન ૪૩ જ્યારે રબાડાએ ૫૭ રન આપીને બે-બે વિકેટ ઝડપી હતી.
ડલવર્થ લુઈસ નિયમ પ્રમાણે ૩૩ ઓવર બાદ આફ્રિકાને જીત માટે ૧૭૫ રનની જરૂર હતી. જેથી આફ્રિકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. રેઝા હેનડ્રિક્સે અણનમ ૮૩ જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે અણનમ ૪૦ રન બનાવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



