દરિયા કિનારે મોઝા જોવા સહેલાણીઓ બીન જરૂરી ભીડ ન કરે તેવી અપીલ
સુરત, તા. ૧૧
અરબી સમુદ્રમાં સર્જાયેલ વાયુ વાવાઝોડાની અસરથી બચવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા દરિયામાં નાના માછીમારોને પણ ન જવાની સૂચના આપી છે તેમજ દરિયાના મોઝા જાવા જતા સહેલાણીઓ બીનજરૂરી ભીડ ન કરે તેવી અપીલ શહેરીજનોને કરવામાં આવી છે.
સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે મીડિયાના માધ્યમથી નાગરિકોને માહિતી આપતા જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં વાવાઝોડાની આશંકાના પગલે ખૂબ મોટા પ્રમાણમાં મોઝા થવાની ભીતિ છે માછીમારો માછીમારી કરવા માટે સમુદ્રમાં ન જાય અને શહેરવાસીઅો દરિયાના મોઝા જોવા બિન જરૂરી ભીડ ન કરે તેવી અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે ડુમસ, હજીરા, સુવાલી અને રાજગારી ગામના દીરયા કિનારે મોટા પ્રમાણમાં સહેલાણીઓ ઉમટી પડતા હોવાથી કોઈપણ પ્રકારે સહેલાણીઓ સમુદ્ર કિશોર ન આવેï. વાવાઝોડાના લીધે ભારે પવન ફૂંકાવાની સાથે ર્જ્જરિત મકાન, શેડ, પતરા ઉડવાની ભીતિ હોવાથી સુરક્ષાનો પ્રશ્નો ઉદભવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારેïના ગામોમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી વગેરે મળીને માછીમારોના પરિવારો, પંચો અને સમુદ્રોને દરિયામાં વાવાઝોïડું અને મોઝા અંગે માહિતગાર કરી સામાન્ય કાંઠા નજીક પણ માછીમારી (કેઝયુઅલ ફિશીંગ) માટે સમુદ્રમાં ન જવા સમજાવી રહ્ના છે જે લોકો સમુદ્રમાં ગયા છે તેઓને સુરક્ષિત બહાર લાવવાના પ્રયાસો થઈ રહ્ના છે.
શહેરીજનો, સહેલાણીઓ અને માછીમારો સમુદ્રમાં પ્રવેશ ન કરે તે અંગે વહીવટી તંત્ર પગલા લેવાની કાર્યવાહી કરી રહી છે. જિલ્લા કલેક્ટરે શહેરીજનોને વાવાઝોની કોઈ પણ પ્રકારની અફવાથી ગેર માર્ગે ન દોવરાની તેમજ નિયમિત રેડિયો પર અધિકારીક માહિતી પ્રસારિત થશે તેમાં જરૂરી સૂચના આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



