ચંડીગઢ,તા.૨૭
પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી માટે બોલીવુડ સ્ટાર વિક્કી કૌશલ, વરુણ ધવન અને યામી ગૌતમ પંજાબ સ્થિત અટારી વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા. અહી તેમણે જવાનો સાથે પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી.
વાઘા બોર્ડર પર બોલીવુડ સિતારાઓએ જવાનો સાથે ડાન્સ કરી હાજર પબ્લિક પાસે “ભારત માતાકી જય”ના નારા પણ લગાવ્યા હતા.
ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક” ફિલ્મ હાલમાં ધમાલ મચાવી રહી છે અને તેના સ્ટાર્સ વિક્કી કૌશલ અને યામી ગૌતમ વાઘા બોર્ડર પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા હતા, કાર્યક્રમ દરમિયાન વરુણ ધવન હાથમાં ત્રિરંગો લઇને બીએસએફની ટી-શર્ટ પહેરી નારા લગાવતા નજરે ચડ્યા હતા.
ઉરીના હુમલા પછી ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ પ્રશંસકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને તેના મુખ્ય કલાકાર રીતે વિક્કી કૌશલના અભિનયને પણ પ્રશંસકો દ્વારા વખાણમાં આવી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





