ચાંચવેલ ગામમાં વીજ કંપની દ્વારા દરોડા પાડીને વીજ ચેકીંગ હાથ ધરાયું.

0
486

ભરૂચના ચાંચવેલ ગામમાં વીજ કંપનીની વિજિલન્સની ટીમો દ્વારા વહેલી સવારના સઘન વીજ ચેકીંગ હાથ ધરાયું હતું.જેના પગલે ગામલોકોમાં દોડધામ મચી હતી.

ભરૂચ વીજ કંપનીની વીજિલન્સ ટીમ દ્વારા ચાંચલેવ ગામે વહેલી સવારે પોલીસ કાફલા સાથે ત્રાટકી હતી.વીજ કંપનીની વિજિલન્સની ટીમો અંદાજે ૪૦ થી ૫૦ વાહનો સાથે ત્રાટકી હતી. વીજ વિજિલન્સની ટીમોએ ઘરોમાં લાગેલા વીજ મીટરોની ચકાસણી કરી હતી.વહેલી સવારે શરૂ થયેલા આ સરપ્રાઈઝ ચેકિંગ નાં કારણે લોકોમાં ભાગદોડ મચી હતી.ચેકિંગ દરમિયાન ૧૦ થી ૧૨ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાઇ હોવાનાં અહેવાલ સાંપડ્યા હતાં.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY